અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરા, જોખમી કન્ટેનરોથી સાવજો પર તોળાતુ સંકટ

ગુજરાત
ગુજરાત

અમરેલીઃ ગુજરાતની આન બાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા. ત્યારે હવે રાજુલા પંથકમાં આવેલું પીપાવાવ પોર્ટ નિવાસ સ્થાન બનાવ્યું છે. આથી તેની સુરક્ષા કરવી તે વનવિભાગની જવાબદારી છે. કેમ કે જોખમી કન્ટેનરો અને ઉદ્યોગોમાં ધમધમતા વાહનો વચ્ચે સિંહોએ નિવાસસ્થાન બનાવ્યું છે. ત્યારે સુરક્ષાને લઇને ગંભીર ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના અંગે રાજુલા વનવિભાગના અધિકારીઓ ગંભીરતા દાખવતા નથી. ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઇ શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. સિંહોના હુમલાને લઇને પોર્ટ પર કામ કરી રહેલા મજૂરોના જીવન પર સંકટ તોળાઇ રહ્યું છે.
 
જો કે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તાકીદે ગંભીરતાપૂર્વક વિચારણા કરી સિંહોની સુરક્ષામાં કોઈ પગલા નહીં ભરાય તો પીપાવાવ પોર્ટ પર મોટો અકસ્માત થવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. જે ગ્રુપ સિંહણ, સિંહબાળ સાથે પોર્ટની જેટી પરપહોંચ્યું હતું એ જ ગ્રુપ આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટના રેલવે યાર્ડ જ્યાં કન્ટેનરોના ખડકલા પડ્યા છે અને સતત કન્ટેનરો લોડ થતા હોય છે ત્યાં પહોંચ્યું છે. મહાકાય વાહનો ધસમસતા હોય છે તેવા સમયે સિંહબાળ અને સિંહણ ઘૂસી જતા ભારે અફડાતફડી સર્જાઇ હતી. જો કે અહીંના પરપ્રાંતીય લોકો તાકીદે ઓફિસોમા ઘૂસી ગયા હતા. પરંતુ આવી ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. રાજુલા રેન્જમા વાઈલ્ડ લાઈફના અનુભવી ઇર્હ્લં અધિકારી મુકવા પણ લોકોની માંગ છે. સિંહો અને વન્યપ્રાણીઓની મુવમેન્ટથી જાણકાર રેવન્યુ વિસ્તાર અને ગીરમાં કામ કરી ચૂકેલા ઇર્હ્લંની નિમણૂક કરવા માંગ ઉઠી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.