
અમદાવાદ / વાસણામાં મ્યુનિસિપલ કોર્પોરેશને ૭ મંદિરો તોડ્યાઃ લોકોમાં ભારે રોષ, રસ્તા પર ચક્કાજામ કર્યો
<div> અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી ભવાની નગર સોસાયટી ફ્લેટ પાસે આજે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણમાં આવતાં ૭ જેટલા મંદિરો પણ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ રોડ પર ચક્કાજામ કરી અને બસો રોકી દીધી હતી. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. દબાણોમાં કોર્પોરેશન દ્વારા મંદિરો તોડી પાડવામાં આવતાં સ્થાનિકોએ હોબાળો કર્યો હતો.</div>