
અમદાવાદ / રાજદ્રોહ કેસ મામલે ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે બિન જામીનપાત્ર વોરન્ટ, ગમે ત્યારે ધરપકડ થઈ શકે
અમદાવાદઃ રાજદ્રોહ કેસ મામલે અમદાવાદની સેશન્સ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યૂ કર્યું છે. આમ હવે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે.આ પહેલા પણ સતત ગેરહાજર રહેતા ધરપકડ થઈ હતીઆ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું છે.રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ જેલ બહાર આવેલા હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ ૨૦૧૫માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.