અમદાવાદ : યુવકે યુવતીને એસિડ એેટેક કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી, મોર્ફ ફોટોઝ પણ વાઈરલ કર્યા હતા
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી પર સિનેપ્રાઈડ થિયેટરના મેનેજરે એસિડ એટેક કરવાની ધમકી આપી છે. યુવતી જો તેની સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો એસિડ ફેંકી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતી સાથેના ફોટોઝ મોર્ફ કરી યુવકે વાઇરલ પણ કર્યા હતા. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.અલગ અલગ 12 જેટલા મોબાઈલ નંબરથી ફોન અને મેસેજ કરતોકૃષ્ણનગરમાં આવેલા સિનેપ્રાઇડ થિયેટરમાં 2019માં 19 વર્ષની યુવતી નોકરી કરતી હતી ત્યારે મેનેજર પ્રવિણ રાઠોડ યુવતીને મેસેજ કરી વાતો કરતો હતો. યુવતીએ તેની સાથે મિત્રતા રાખવાની ના પાડતા થિયેટરની બહાર જ તેને રોકી તેના મોઢા પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. બાદમાં અલગ અલગ 12 જેટલા મોબાઈલ નંબરથી ફોન અને મેસેજ કરતો હતો. પ્રવીણે યુવતી સાથેના ફોટોઝ મોર્ફ કરી વાઇરલ કર્યા હતા અને યુવતી સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. કૃષ્ણનગર પોલીસે આ મામલે આરોપી પ્રવીણને ઝડપવા તજવીજ શરૂ કરી છે.