અમદાવાદ : યસ બેન્ક સંકટમાં, ખાતેદારો મુશ્કેલીમાં, બેન્કની તમામ શાખા બહાર સવારથી લાંબી લાઈનો
અમદાવાદઃ રિઝર્વ બેન્ક દ્વારા ગુરુવારે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36ac હેઠળ પ્રતિબંધ મૂકીને નાણા ઉપાડની મર્યાદા 50 હજાર કરી નાખી છે. રિઝર્વ બેન્ક દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતા જ બેન્કમાં ખાતા ધરાવતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગુરુવારે રાત્રે જ એટીએમ બહાર ખાતેદારો પૈસા ઉપાડવા માટે લાઈનોમા ઉભા રહ્યાં હતા. ત્યારે શુક્રવારે પણ સવારથી યસ બેન્કની તમામ શાખાઓ બહાર મોટી સંખ્યામાં ખાતેદારો એકઠાં થયા છે અને બેન્કમાંથી પોતાની મૂડી ઉપાડી રહ્યાં છે.ટોકન સિસ્ટમથી આપવામાં આવી રહ્યા છે રૂપિયાજે પ્રકારે યસ બેન્કની તમામ શાખાઓ બહાર ખાતેદારોની લાંબી લાઈનો લાગી છે, તેને લઇને બેન્કનો સ્ટાફ પણ મુંઝવણમાં મુકાઈ ગયો છે. કોઇપણ પ્રકારની ભાગદોડ કે અફરાતફરીનો માહોલ ઉભો ન થાય તેની તકેદારી તમામ શાખાઓ પર રાખવામાં આવી રહી છે. આ માટે દરેક શાખાએ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે ખાતેદારો લાઈનમાં ઉભા છે તેમને ટોકન આપવામાં આવી રહ્યું છે અને ટોકન સિસ્ટમથી જ ખાતેદારોને રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.યસ બેન્કમાં તમામ એટીએમ ખાલીખમગુરુવાર રાતથી જ ખાતેદારો બેન્કના એટીએમ બહાર લાંબી લાઈનો લગાવીને બેન્કમાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. આજે પણ યસ બેન્કના એટીએમ બહાર લાંબી લાઈન લાગી હતી. જોકે બેન્ક એટીએમ ખાલી હોવાથી ખાતેદારો નિરાશ થયા છે અને રોષ જોવા મળી રહ્યો છે. એટીએમ ખાલીખમ અવસ્થામાં હોવાથી ખાતેદારો બેન્ક તરફ જઇ રહ્યાં છે. જેના કારણે બેન્કની શાખાઓ બહાર મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે.જાહેરાત થતાં જ રાત્રે એટીએમ બહાર લાંબી લાઈનો લાગી હતીરિઝર્વ બેન્ક દ્વારા યસ બેંકની લિમિટ નક્કી થયા બાદ મોડી રાતે અમદાવાદમાં યસ બેંકના એટીએમ બહાર પૈસા ઉપાડવા માટે લોકોની લાઈન લાગી છે. નોટબંધીની યાદ અપાવતી લાઈનો લાગી છે. લોકો પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. લોકોને ખબર પડતાની સાથે જ એટીએમ પર પહોંચી રહ્યા છે.