અમદાવાદ : મધર ડેરી પાસે શોર્ટ સર્કિટના કારણે બલેનો કાર આગ લાગી.
અમદાવાદઃ ભાટ ગામ પાસે આવેલી મધર ડેરી પાસે લાલ રંગની બલેનો કાર(GJ1HY 2896) સળગી ઉઠતા કાર કાર ચાલક યોગેશ પ્રજાપતિનું મોત થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈ(ઉ.વ.૫૦)નું મોત થયું છે. મૃતક યોગેશ પ્રજાપતિ સોલામાં આવેલી સૂર્યરત્ન સોસાયટીમાં રહેતા હતા. આ અંગે જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક રિપોર્ટ અનુસાર શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી.