અમદાવાદ:વૈષ્ણોદેવી સર્કલ પાસે 431 ફૂટ વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિરનો શિલાન્યાસ, 11 હજાર મહિલાઓ જ્વારા યાત્રામાં જોડાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલના જાસપુર પાસે 431 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ આજથી બે દિવસ માટે શરૂ થયો છે. આજે સવારથી અયુત આહુતિ યજ્ઞની શરૂઆત થઈ છે. સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ (વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે. આજે શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે જગત જનની મા ઉમિયાની આરાધના કરતી 11 હજાર બહેનોની જ્વારા યાત્રા નીકળશે. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવશે. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે.જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. મારી સાથે માત્રને માત્ર કોર કમિટીની 100 બહેનોએ આ સમગ્ર જ્વારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી. સમગ્ર અમદાવાદ 100 બહેનોની કોર ટીમે શેરી-શેરી અને વિસ્તારોમાં જઈ બહેનોને સંગઠિત કરી 11,000 બહેનોને આમંત્રિત કરી છે.ઉપરાંત બે દિવસ સમારોહમાં આવનાર લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા અલગ અલગ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બે ટાઈમ જમવાની તૈયારીઓ કરવામાં આવે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.