અમદાવાદમાં નિકોલની જ્વેલરી શોપમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ, શોપના માલિકે એક શખ્સને ઝડપી લીધો
અમદાવાદઃ નિકોલના વિરાટનગરમાં આવેલી ક્રિષ્ના ગોલ્ડ પેલેસમાં બાઈક પર આવેલા શખ્સોએ દેશી તમંચાથી ફાયરિંગ કરી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ બાઈક પર આવેલા બે શખ્સે લૂંટનો પ્રયાસ કરતા ક્રિષ્ના ગોલ્ડ જવેલર્સના માલિકે એક આરોપી ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે જાણ થતા નિકોલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.