અકસ્માતઃ ટેન્કરે બાઇકને અડફેટે લેતા યુવકનું કરૂણ મોત
સુરતઃ
ગઇકાલે મોડી રાતે જ શહેરનાં અલકાપુરી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. શહેરનાં અલકાપુરી બ્રિજ પર સુમુલ ડેરીનાં દૂઘ વાહને બાઇક પર જતા ૨૮ વર્ષનાં યુવાનને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જેના કારણે ત્યાં મોડી રાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થયા હતાં.ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ૨૮ વર્ષનાં યુવકની મોતને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ગઇકાલે સુરતમાં હજીરા એલએન્ડટી ગેટ સર્કલ પર બાઇક સવાર બે યુવકોને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં એક યુવકની હાલત ગંભીર છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બંન્ને યુવાનોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાયવર ફરાર થઇ ગયો હતો. ઇછાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં.