મંદારની વાત સાંભળીને મને સૌથી વધારે નવાઈ લાગી હતી : જેનિફર

ફિલ્મી દુનિયા

મુંબઈ, એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલે ૧૫ વર્ષ સુધી કામ કર્યા બાદ માર્ચ ૨૦૨૩માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માંથી એક્ઝિટ લીધી હતી. જે બાદ એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પ્રોડયૂસર આસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિકયુટિવ પ્રોડયૂસર જતિન બજાજ સામે શારીરિક શોષણ સહિતના આરોપો લગાવ્યા હતા.

જો કે, તેના કો-એક્ટર મંદાર ચાંદવાડકરે ઈન્ટરવ્યૂમાં સેટ પર પુરુષોને વધારે મહત્વ આપવામાં આવતું હોવાની વાતનો ઈનકાર કર્યો હતો તેમજ ત્યાંનું વાતાવરણ હેપ્પી અને હેલ્ધી હોવાનું કહ્યું હતું. હવે, ફરીથી વાત કરતાં જેનિફરે આસિત મોદી, સોહિલ અને જતિનનો બચાવ કરવા પર મંદાન પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેણે ખુલાસો કર્યો હતો કે, શું થયું તે જાણવા માટે છેલ્લા કેટલાક મહિનાઓમાં તે દર પાંચ દિવસે એકવાર તેને ફોન કરતો હતો.

મને ખબર છે કે પ્રોડક્શન હાઉસ મારા પક્ષમાં નહીં બોલે, તેઓ ખરેખર પ્રોડક્શન હાઉસને જ સપોર્ટ કરશે. પરંતુ શોમાંથી મારા ખાસ મિત્ર મંદારે મને વધારે નિરાશ કરી છે. દર વર્ષે તેના બર્થ ડે પર હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી. તે મારો ક્લોઝ ફ્રેન્ડ રહ્યો છે અને જેનિફર શા માટે આ બધું કહી રહી છે તે હું નથી જાણતો અનેTMKOCના સેટપર પુરુષને મહિલા કરતાં પુરુષને વધારે આંકવામાં નથી આવતાં તેમ તેણે કહ્યું ત્યારે મને નવાઈ લાગી હતી. સૌથી પહેલા તો તે પોતે પુરુષ છે તેથી તે આ વાત નહીં સ્વીકારે. હું જે કંઈ કહી રહી છું તે એ જાણે છે. અમારા જીવનમાં શું થઈ રહ્યું છે તેની એક-એક વાતની ખબર છે, ખાસ કરીને મારી.

સોનાલિકા જોશી, અંબિકા રંજનકર અને મંદાર… અમે ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ. તે મારા એક-એક શબ્દ વિશે જાણે છે’, તેવો ખુલાસો તેણે કર્યો હતો. જેનિફરે આગળ જણાવ્યું હતું કે, જ્યારે તેણે પોતાની ફરિયાદનો ડ્રાફ્ટ સોહેલ રામાણીને મોકલ્યો ત્યારે સૌથી પહેલો ફોન મંદારને કર્યો હતો. ‘૪ એપ્રિલે જ્યારે મેં ફરિયાદનો ડ્રાફ્ટ સોહિલને વોટ્સએપ પર મોકલ્યો ત્યારે મેં મંદારને સૌથી પહેલા જણાવ્યું હતું.

તેણે બીજા દિવસની શરૂઆત સુધીમાં મને છ વખત ફોન અને ઢગલો મેસેજ કર્યા હતા. તેણે મને કહ્યું હતું કે, તેને સોહેલથી જાણવા મળ્યું હતું કે હું તેમની સામે શારીરિક શોષણનો કેસ કરવાની છે. આ સાથે તેણે મને હું આમ કેમ કરી રહી છું તેમ પૂછયું હતું. મેં તેને આ મુદ્દાથી બહાર રહેવા કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે, જો હું તમને સપોર્ટ ન આપી શકે અથવા સત્ય ન બોલી શકે તો આમા પડીશ નહીં. મેં તેને હું જે કરી રહી છું તે માટે ન રોકવા કહ્યું હતું. તેણે મને શો વિશે વિચારવા કહ્યું હતું અને મેં તેને જવાબમાં કહ્યું હતું કે, મારી શુભેચ્છા શો સાથે છે. મેં તેને કહ્યું હતું કે, હું જે કંઈ છું તે શોના કારણે છું અને આ માટે આભારી છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.