ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી લોકસભાની ચૂંટણી વચ્ચે ભાજપમાં જોડાઈ

ફિલ્મી દુનિયા

લોકસભા ચૂંટણીની વચ્ચે અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગઈ છે. ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અભિનેત્રીના ભાજપમાં જોડાવાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ભાજપમાં જોડાયા બાદ રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, ‘… જ્યારે હું વિકાસનું આ ‘મહાયજ્ઞ’ જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારે પણ તેમાં સામેલ થવું જોઈએ … હું તમારા આશીર્વાદ અને સમર્થન માંગું છું જેથી હું જે પણ કરું છું, તે યોગ્ય અને સારું કરી શકું.”

અહેવાલ મુજબ રૂપાલી ગાંગુલી ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ટેલિવિઝન સ્ટાર્સમાંની એક છે. આ વર્ષની શરૂઆતમાં રૂપાલી ગાંગુલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પીએમ મોદીને મળનારી પળને શેર કરી હતી.

અનુપમાથી મળી ખ્યાતિ

રૂપાલી ગાંગુલી હાલમાં તેના શો ‘અનુપમા’માં વ્યસ્ત છે, જે આજે ભારતીય ટેલિવિઝન પરના સૌથી વધુ રેટેડ ટીવી શોમાંનો એક છે. તેઓ સારાભાઈ વર્સિસ સારાભાઈ નામના કોમેડી-ડ્રામા શોથી ખ્યાતિ પામ્યા, જે ખૂબ જ લોકપ્રિય હતો. આ કોમેડી શો સૌ પ્રથમ ૨૦૦૪ માં પ્રસારિત થયો હતો અને માત્ર દોઢ વર્ષ પછી બંધ કરવામાં આવ્યો હતો. આ શોમાં સુમિત રાઘવન, સતીષ શાહ અને દેવેન ભોજાણી પણ મુખ્ય ભૂમિકામાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.