અચાનક બગડી તબિયત, કેકેને કોન્સર્ટની વચ્ચે જ હૉસ્પિટલ લઈ ગઈ હતી ટીમ

ફિલ્મી દુનિયા

‘તડપ તડપ’, ‘દિલ ઇબાદત’, ‘યાદ આયેગા યે પલ’ જેવા હિટ ગીતો આપનાર લોકપ્રિય પ્લેબેક સિંગર કેકે એટલે કે કૃષ્ણકુમાર કુન્નાથનું કોલકાતામાં અવસાન (kk singer death) થયું છે. તેઓ ત્યાં લાઈવ કોન્સર્ટ (kk kolkata concert) કરી રહ્યા હતા. આ દરમિયાન તે બેચેની (kk singer death reason) અનુભવતા હતા અને તેમણે કોન્સર્ટની વચ્ચે જ આનો ઉલ્લેખ કર્યો. થોડી જ વારમાં ટીમ કેકે સાથે હોટલ જવા રવાના થઈ હતી.

કોન્સર્ટનો એક વિડીયો સામે આવ્યો

હોટલ પહોંચ્યાના થોડા સમય બાદ KKએ કહ્યું કે, તેમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ તેને સીએમઆરઆઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે હોટલથી થોડાક જ કિલોમીટર દૂર હતી. ત્યાં ડોક્ટરે સિંગરને મૃત જાહેર કર્યો હતો. હાલમાં તેના કોન્સર્ટનો એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં તેના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેકેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી પીડા

વિડીયોમાં કેકેને લાઈવ સ્ટેજમાંથી બહાર લઇ જવામાં આવી રહ્યો છે. તેના ચહેરા પર દર્દ પણ દેખાઈ રહ્યું છે કે, તેને ખરેખર કોઈ સમસ્યા છે, જેના કારણે તે ઠીક નથી અનુભવી રહ્યો. ત્યાં ઉભેલા લોકો આ દરમિયાન પણ તેમની સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળે છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેજ પરથી પાછો આવીને માઈક્સ દૂર કરતો જોવા મળે છે કેકે

તો ‘યંગીસ્તાન’ નામના ટ્વિટર હેન્ડલ પરથી એક અન્ય વિડીયો સામે આવ્યો છે, જેમાં કેકે લાઈવ કોન્સર્ટ દરમિયાન હાજર લોકોને ખુશ થવાનું કહી રહ્યા હતા. પછી તે અચાનક સ્ટેજ પર પાછો આવે છે અને તરત જ તેના શરીર પર લાગેલા માઇક્સ દૂર કરવામાં આવે છે. અને ત્યાંથી તેમને બહાર લાવવામાં આવે છે.

ઓડિટોરિયમમાં ભારે ભીડ જોવા મળી

ઉલ્લેખનીય છે કે, કેકેની તબિયત 31 મે 2022ની મધ્યરાત્રિએ બગડી હતી. તે કોલકાતામાં નઝરૂલ મંચમાં પરફોર્મ કરી રહ્યા હતા. તે સમયે ઓડિટોરિયમમાં ભારે ભીડ હતી. કોઈ રીતે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.