ફિલ્મ ‘પુષ્પા ધ રુલ’નું ધમાકેદાર પોસ્ટર રિલીઝ થયું

ફિલ્મી દુનિયા

મુંબઈ, જે ફિલ્મની ચાહકો પાર્ટ 1 રિલીઝ થયા ત્યારથી રાહ જોઈ રહ્યા હતા. તેના માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટુંક સમયમાં જ પુષ્પા-2 ફિલ્મ રિલીઝ થશે એ પહેલા તમને જણાવી દઈએ કે, હાલમાં આ ફિલ્મનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે.મેકર્સ દ્વારા શેર કરાયેલા પોસ્ટરમાં ચારેબાજુ સિંદુર જોવા મળી રહ્યું છે. આ સિંદુરની આસ-પાસ દીવા પણ જોવા મળી રહ્યા છે તેમજ પગમાં ઝાંઝર બાંધો કોઈ ડાન્સ કરી રહ્યું છે. પુષ્પા ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મના ડાયલોગ પણ સૌને ખુબ પસંદ આવ્યા હતા. ચાહકોનું માનવું છે કે, આ પગ અલ્લુ અર્જુનના  છે. આ પહેલા મેકર્સે એક પોસ્ટર શેર કર્યું હતુ.

ફિલ્મનું ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, મેકર્સે આ ફિલ્મની પહેલી ઝલક શેર કરવા માટે 8 એપ્રિલનો દિવસ પસંદ કર્યો છે. કારણ કે, આ દિવસે સુપર સ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ પણ છે. પુષ્પા 2 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની સાથે થિયેટરમાં અજય દેવગનની ફિલ્મ સિંધમ અગેન પણ રિલીઝ થવાની છે. એટલે કે, ફરી એક વખત બોક્સ ઓફિસ પર સાઉથ અને બોલિવુડની ટકકર જોવા મળશે.અલ્લુ અર્જુનના 42મા જન્મદિવસ પર મેકર્સ ફિલ્મનું ટીઝર રિલીઝ કરશે. પોસ્ટર જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે, જો પોસ્ટર આટલું શાનદાર હોય તો ફિલ્મ કેટલી સારી હશે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરની કોમેન્ટ પણ વાયરલ થઈ રહી છે. ડેવિડે અલ્લુ અર્જુન દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું વાહ ખુબ સુંદર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.