
ફિલ્મSalaarના પૃથ્વીરાજનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ, પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાલારનો ક્રેઝ ચાહકોના માથા ઉપર જઈ રહ્યો છે. મેકર્સે સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનનો ફર્સ્ટ લૂક તેમના ૪૧માં જન્મદિવસ પર શેર કર્યો હતો. ફિલ્મમાં પૃથ્વીરાજ વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવી રહ્યો છે. ફેન્સને એક્ટરનો ફર્સ્ટ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેતાના નવા લુકથી ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. સલારનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૨ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે રીલીઝ થયેલા પોસ્ટરમાં પૃથ્વીરાજ ડેશિંગ અવતારમાં જોવા મળે છે. એમને ગળામાં શાલ સાથે કાળો ડ્રેસ પહેર્યો છે અને તેના કપાળ પર કાળું તિલક લગાવ્યું છે આ સાથે જ નાકની રિંગ પહેરી છે.
આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, *હેપ્પી બર્થ ડે ટુ ‘વર્ધારાજા મન્નાર’ ધ કિંગ@PrithviOfficial.ફિલ્મમાં તે રાજા મન્નરના પુત્ર વર્ધારાજા મન્નારની ભૂમિકા ભજવશે. ‘ ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે, અભિનેતાએ ફિલ્મ નિર્માતા પ્રશાંત નીલ, પ્રભાસ અને સમગ્ર ટીમનો આભાર માન્યો. હું આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ફિલ્મમાં પૃથ્વીરાજ અનોખા અંદાજમાં જોવા મળશે. ફેન્સ અભિનેતાના દમદાર લુકના વખાણ કરતા થાકતા નથી. મહત્વનું છે કે સાલારમાં પ્રભાસ, શ્રુતિ હાસન, ટીનુ આનંદ, શ્રિયા રેડ્ડી, જગપતિ બાબુ મુખ્ય ભૂમિકામાં છે. સલાર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.
પ્રભાસના ફેન્સ આ એક્શન થ્રિલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. જો કે, નિર્માતાઓએ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરવાનું નક્કી કર્યું હોવાથી તે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી ની પ્રભાસની ફિલ્મ સલાર સાથે બોક્સ ઓફિસ પર ટક્કર જોવા મળશે. શાહરૂખ અને તાપસી પન્નુ પહેલીવાર ડંકી ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને રાજકુમાર હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે.