
રાણી મુખરજી હોમ પ્રોડક્શનની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
રાણી મુખરજીને હોમ પ્રોડક્શનની નવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની છે.આ ફિલ્મની વાર્તા અંગે હજુ કશું પ્રગટ કરાયું નથી પરંતુ તે રાણીની પાછલી કેટલીક ફિલ્મોની જેમ ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ જ હશે એમ મનાઇ રહ્યું છે.રાણીની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે થોડાસમય પહેલાં રજૂ થઈ હતી.પરંતુ તે ટિકિટબારી પર ચાલી ન હતી.આ ફિલ્મનું દિગ્દર્શન કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ કરશે આ સિવાય આ ફિલ્મમાં ડાન્સ સંબંધિત કોઈ થીમ હોઈ શકે છે.આ અગાઉ કોરિયોગ્રાફરમાંથી દિગ્દર્શક બનેલી ફરહા ખાને ડાન્સ સિવાયની થીમ પર પણ ફિલ્મો બનાવી છે.