પરિણીતી ચોપરાએ છેલ્લી ઘડીએ રાઘવ સામે મૂકયો હતો એન્ગેજમેન્ટ કોન્ટ્રાક્ટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ થઇ ચુકી છે. બોલિવૂડ અને રાજકારણની ગલીઓ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી તેમના અફેરની ચર્ચા હતી. સગાઈ પછી બંનેએ પોતાના સુંદર સંબંધોની શરૂઆતની ઘણી તસવીરો શેર કરી છે. પરંતુ હવે બંનેની સગાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જે તમે અત્યાર સુધીમાં ભાગ્યે જ જોયો હશે.

બંનેની સગાઈ ખૂબ જ સુંદર અંદાજમાં કરવામાં આવી હતી. મસ્તી, ડાન્સની વચ્ચે ઘણી વખત આ અવસર પર બન્ની એટલે કે પરિણીતીની સાથે તેની મમ્મી અને બહેન પ્રિયંકા ચોપરા પણ ભાવુક થતી જોવા મળી હતી. પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે એમ જ સગાઈ કરી ન હતી. તેણે એન્ગેજમેન્ટ રિંગ પહેરતા પહેલા ઘણી શરતો મૂકી,

જેના માટે તેણેAAPનેતા રાઘવ ચઢ્ઢાને માત્ર એક જ ઓપ્શન આપ્યો હતો. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ કેવી રહી, અમે તમને બતાવીએ તેની એક ઝલક. લગભગ બે અઠવાડિયા પહેલા એટલે કે ૧૩ મેના રોજ,AAP નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ પરિવાર અને કેટલાક ખાસ મિત્રોની હાજરીમાં એકબીજાને હમસફર તરીકે પસંદ કર્યા હતા. દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેમની સગાઈ થઈ. ઓમેગા પ્રોડક્શન્સ દ્વારા સગાઈનો એક અનસીન વીડિયો શેર કરવામાં આવ્યો છે,

જેમાં કપલની સગાઈની તમામ સ્પેશિયલ મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે. વીડિયોની શરૂઆતમાં પરિણીતી કોન્ટ્રાક્ટ વાંચતી જોવા મળે છે. પરિણીતી મહેમાનો અને રાઘવ ચઢ્ઢાની સામે એક મજેદાર શરત મૂકે છે, જેને સાંભળીને બધા ચોંકી જાય છે. પરિણીતીએ કહ્યું- રાઘવ માટે સગાઈનો કોન્ટ્રાક્ટ છે.

તમારે દરેક બાબતમાં ‘હા’ કહેવું પડશે. પછી જોઈશું કે આવતીકાલે પણ આ રોકા અકબંધ રહે છે કે નહીં. હું, રાઘવ ચઢ્ઢા આ બધી બાબતો સાથે સહમત છું. એક્સેપ્ટ કરો કે પરિણીતી હંમેશા સાચી હોય છે. પરિણીતિનો આ કોન્ટ્રાક્ટ સાંભળીને રાઘવ સહિત અન્ય તમામ મહેમાનો હસવા લાગે છે. વીડિયોમાં રાઘવે તેના લાંબા નાકની મજાક પણ ઉડાવી હતી. તેણે કહ્યું કે મારે લગ્ન કરવાં હતાં, તેથી મેં મારું નાક ઠીક કરાવ્યું. કારણ કે તેનું નાક તેની માતા પર ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.