![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/સલમાન-ખાનના-ઘરની-hed.jpg)
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બંનેને બંને આરોપીની ભુજથી ધરપકડ
અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીને મુંબઈની કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડીરાત્રે ભુજથી બંને આરોપીની ધરપકડ કરી હતી. મંગળવારે બપોરે તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા.
બંને આરોપીની ઓળખ વિકી સાહેબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે. બંને બિહારના રહેવાસી છે. પોલીસ તેમને લઈને મુંબઈ પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીએ જે પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું એ પિસ્તોલ સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી.
14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
CCTV ફૂટેજમાં જોવા મળે છે કે બંને આરોપીએ સ્પોર્ટ્સ કેપ પહેરેલી હતી અને તેમના ખભા પર બેગ લટકતી હતી. આ ફૂટેજમાં બંને સલમાનના ઘર પર ફાયરિંગ કરતા દેખાય છે. ખાનને લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.