બોલીવૂડના જાણીતા ગાયક કેકેનું નિધન, માથામાં ઈજાના મળ્યા નિશાન

ફિલ્મી દુનિયા

ભારતીય સંગીત જગતના વધુ એક સ્ટારનું અવસાન થયું છે. કોલકાતામાં એક કોન્સર્ટ બાદ કેકે (Bollywood singer KK)નું મોત થયું છે. કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન મળ્યા છે. તો બીજી તરફ કેકેને કાર્ડિઆક અરેસ્ટ આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. બોલીવૂડના પ્રખ્યાત ગાયક કેકેનું નિધન (kk singer died )થયું છે. મંગળવારે, 53 વર્ષની ઉંમરે, કેકેએ તેના ચાહકોને રડાવીને દુનિયાને અલવિદા (kk kolkata concert) કહ્યું. કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ હતું. કેકેએ હિન્દીની સાથે સાથે અન્ય ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે.

ડૉક્ટર બનવા માગતા હતા કેકે

કેકેએ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાની ફિલ્મોના ગીતોને પણ પોતાના સ્વર વડે શણગાર્યા હતા. દિલ્હીમાં જન્મેલા કેકેનું કાર્યસ્થળ મુંબઈ હતું. KK નાનપણમાં ડૉક્ટર બનવા માગતા હતા. કેકેએ દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક થયા બાદ કેકેએ એક હોટલમાં કામ કર્યું.

1994માં યુટીવી કમર્શિયલમાંથી બ્રેક મળ્યો

કેકેએ આઠ મહિના પછી જ હોટેલની નોકરી છોડી દીધી. કેકેના લગ્ન વર્ષ 1991માં થયા હતા.  કેકે તેમના લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી 1994માં મુંબઈ આવી ગયા. કેકે પોતાના સપનાની શોધમાં મુંબઈ પહોંચ્યા અને ગાયકીની દુનિયામાં બ્રેક શોધવા લાગ્યા. કેકેને 1994માં યુટીવી કમર્શિયલમાંથી બ્રેક મળ્યો અને ત્યાર પછી બોલિવૂડના પ્રખ્યાત ગાયક કેકે બનવાની કૃષ્ણકુમાર કુન્નાથની સફર શરૂ કરી.

બોલીવૂડમાં આવતા પહેલા 3500 જિંગલ્સ ગાયા

કેકેને ફિલ્મ માચીસના ગીત ‘છોડ આયે હમ’થી બોલીવૂડમાં બ્રેક મળ્યો અને તેના પછી શું થયું તે આખી દુનિયા જાણે છે. કેકેએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને એક પછી એક સુપરહિટ ગીતો આપતા ગયા. કેકેએ બોલીવૂડમાં આવતા પહેલા લગભગ 3500 જિંગલ્સ ગાયા હતા. કેકેના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો ‘યારોં’ ખૂબ જ લોકપ્રિય હતું.

કયા કયા ગીતો ગાયા

સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત ‘તડપ-તડપ કે ઈસ દિલ સે’, બચના એ હસીનોનું ‘ખુદા જાને’, કાઈટ્સનું ‘ઝિંદગી દો પલ કી’, જન્નતનું ‘ઝરા સી’. , ગેંગસ્ટરનું ગીત ‘તુ હી મેરી શબ હૈ’, શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત ‘આંખો મેં તેરી અજબ સી’ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું.

અનેક ભાષાઓમાં ગીતો ગાયા

ફિલ્મ બજરંગી ભાઈજાનનું ગીત ‘તુ જો મિલા’, ઈકબાલનું ‘આશાયે’ અને અજબ પ્રેમ કી ગજબ કહાનીનું ‘મૈં તેરી ધડકન’ ગીતે પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. કેકેએ હિન્દી ઉપરાંત બંગાળી અને અન્ય ઘણી ભાષાઓમાં ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો હતો. બે દાયકા કરતાં પણ વધુ સમયથી સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કરતો અવાજ હવે શાંત થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.