શું કંગના રનૌત દેશની PM બનવા માંગે છે?, આ અંગે અભિનેત્રીએ આપ્યો જવાબ

ફિલ્મી દુનિયા

બોલિવૂડ ક્વીન કંગના રનૌત આ દિવસોમાં તેની નવી ફિલ્મ ‘ઇમરજન્સી’ને લઈને ચર્ચામાં છે. આમાં તે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ કંગના રનૌત તેલુગુ ફિલ્મ ‘રઝાકર’ના ટ્રેલર લૉન્ચમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય તેના મનમાં દેશના વડાપ્રધાન બનવાનો વિચાર આવ્યો છે? તેણે આ સવાલનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કંગના રનૌતે કહ્યું, ‘મેં હમણાં જ ઈમરજન્સી નામની ફિલ્મ કરી છે. તે જોયા પછી કોઈ ઈચ્છશે નહીં કે હું વડાપ્રધાન બનું.” આ પછી તે જોર જોરથી હસવા લાગે છે. ‘ઇમરજન્સી’ કંગના રનૌતની પહેલી સોલો ડિરેક્શનલ ફિલ્મ છે, જેમાં તેણે લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યો છે. આ ફિલ્મ બહુ જલ્દી થીયેટરોમાં આવશે.

લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘હું એક સંવેદનશીલ અને બુદ્ધિશાળી વ્યક્તિ છું, રાજકીય વ્યક્તિ નથી. મને રાજકારણમાં જોડાવા માટે ઘણી વખત કહેવામાં આવ્યું હતું, પરંતુ મેં દર વખતે ના પાડી હતી.’ જોકે, ગયા વર્ષે નવેમ્બરમાં જ કંગના રનૌતે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભાની ચૂંટણી લડશે? આના જવાબમાં તેણે કહ્યું, ‘જો શ્રી કૃષ્ણ રાજી થશે તો અમે લડીશું.’

આ દિવસે કંગનાની ‘ઇમરજન્સી’ રિલીઝ થશે

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ગયા વર્ષે 24 નવેમ્બર, 2023ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ પહેલા કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ રીલિઝ થઈ હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.