સલમાન ખાન સાથેના વિવાદ અંગે ૧૭ વર્ષ બાદ વિવેક ઓબેરોયે મૌન તોડ્યુ

ફિલ્મી દુનિયા

મુંબઇ,
બોલિવૂડ એકેટર વિવેક ઓબેરોય અને સલમાન ખાન વચ્ચે ક્્યારેય સારા સંબંધો રહ્યા નથી. ૨૦૦૩માં વિવેકે આરોપ લગાવ્યો હતો કે સલમાને તેને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારથી બંને એક્ટરો આ મામલે વાત કરતાં અચકાતા હતા. આ વાતને ૧૭ વર્ષ થઈ ગયા છે. એક દિવસ અચાનક જ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જાહેર કર્યું તે સલમાન ખાન તેને મારી નાખવાની ધમકી આપતા ફોન કરે છે. આ એ સમય હતો જ્યારે સલમાન ખાન અને એશ્વર્યા રાય વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા અને વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાય વચ્ચે રિલેશનશિપ હતી. આટલા વર્ષ પછી પણ વિવેકને આ અંગે સવાલો કરવામાં આવે છે.
એમ કહેવાય છે કે વિવેકના ખુલાસા બાદ બંને વચ્ચેના સંબંધો એટલી હદે વણસી ગયા હતા કે સલમાન સામે એવો પણ આરોપ લાગ્યો હતો કે તે વિવેકની કરિયર ખતમ કરવાના પ્રયાસો કરે છે. તાજેતરમાં જ વિવેક ઓબેરોયે એક મુલાકાતમાં આ અંગે મૌન તોડ્યું હતું. તેણે હતું કે આ વાત જૂની છે અને હું મારા અંગત જીવનમાં એટલો બિઝી થઈ ગયો છું કે આવી વાતો હવે નાની લાગે છે. આ નેગેટિવ પ્રકરણ વિશે વાત કરવાથી કોઈને લાભ થવાનો નથી. કદાચ આપણે પોઝિટિવ વાતો કરવી જાઇએ. મારા દિલમાં કોઈ માટે કોઈ જાતની ફરિયાદ નથી કે ગુસ્સો પણ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.