ફિલ્મ ‘પુષ્પા 2’ ને લઈ નવી અપટેડ સામે આવી મ્યુઝિક રાઈટ્સ પર અંદાજે 60 કરોડ રુપિયાનો ખર્ચો

ફિલ્મી દુનિયા

સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ પુષ્પા 2ને લઈ સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ રાહ પુરી થવાની છે. 8 એપ્રિલના રોજ સુપરસ્ટારનો જન્મદિવસ હતો અને આજ દિવસે પુષ્પા 2નું ટીઝર શેર કર્યું હતુ. ફિલ્મના ટીઝરને જોઈ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે. આ વચ્ચે ફિલ્મને લઈ નવી અપટેડ સામે આવી છે. મળતી જાણકારી મુજબ ટી-સીરિઝે પુષ્પા 2ના ઓડિયો રાઈટ્સ પોતાના નામે કર્યા છે. ભૂષણ કુમારની કંપનીએ તમામ ભાષાઓમાં મ્યુઝિક રાઈટ્સ પર અંદાજે 60 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો છે. આવું પહેલી વખત થયું છે જ્યારે અલ્લુ અર્જુનની કોઈ ફિલ્મના ગીતોના રાઈટ્સ માટે આટલી મોટી રકમ થઈ હોય.

માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના ગીત શાનદાર હશે. અને ફિલ્મમાં એક-બે આઈટમ ગીત પણ હશે. આ સિવાય એવા પણ સમાચાર છે કે, પુષ્પા 2માં 6 મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં 10 દિવસનો સમય લીધો હતો. 10 દિવસના શૂટિંગ બાદ પરફેક્ટ સીન શૂટ થયો હતો. આ સીન ખુબ ખાસ રહેશે. આ સીન પર મેકર્સે 60 કરોડ રુપિયાનો ખર્ચો પણ કર્યો છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ મોટા બજેટની છે. ફિલ્મમાં દરેક વસ્તુ પર ખુબ ધ્યાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ડીએસપીએ ફિલ્મના બંન્ને પાર્ટસના મ્યુઝિક તૈયાર કર્યા છે. ચાહકો ફિલ્મની સાથે સાથે હવે પુષ્પા 2ના ગીતની પણ રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2ને સુકુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. મેકર્સ રશ્મિકાના લુકનું પોસ્ટર પહેલા જ શેર કરી દીધું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.