સંગીત અને ગાયકીના માધ્યમથી નિજાનંદી જીંદગી જીવી પ્રેરણાદાયી કામગીરી કરતાં ડીસા/ભાવનગર (સૌરાષ્ટ્ર) નાં શ્રીમતી નેહાબેન ઓઝા
પ્રત્યેક વ્યકિતને પોતાના જીવનમાં એક આગવો શોખ કે રસ હોય છે અને તેના આધારે જ તે વિશેષ પ્રગતિ કરીને નિજાનંદી જીંદગી જીવે છે.પિતા દીલીપભાઈ અનંતરાય દવે અને માતા શીલાબેનના પરિવારમાં સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક નગર ભાવનગર ખાતે તારીખ ૫-૬-૧૯૯૦ ના રોજ જન્મેલાં નેહાબેન દવે/ઓઝા સંગીત અને ગાયકીના માધ્યમથી પ્રેરણાદાયી જીંદગી જીવી રહેલ છે.પ્રાથમિક,માધ્યમિક શિક્ષણ રાજકોટ ખાતે પૂર્ણ કરી તેમણે એમ.જે.કુંડલીયા કોલેજ રાજકોટ ખાતેથી જ બી.કોમ.,એમ.કોમ. પૂર્ણ કર્યું હતું.તેમને ટીચિંગનો શોખ વધારે હોવાથી સત્યપ્રકાશ સ્કૂલ રાજકોટ ખાતે શિક્ષિકા તરીકે ૨૦૦૯ માં જોડાયાં હતાં અને ધોરણ ૫ નાં બાળકોને ભણાવતાં હતાં.૨૦૧૦ માં જોબ છોડી અને ફરીથી ૨૦૧૧-૨૦૧૨ માં જોબ કરી તેમજ ધોરણ ૬ નાં બાળકોને ભણાવ્યાં.શાળામાં ભણાવવા માટે અંગ્રેજી અને વિજ્ઞાન તેમના મુખ્ય વિષયો હતા.શાળાના ભણતર સમયથી એટલે કે નાનપણથી જ તેમને ગાયકી,નૃત્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિશેષ રસ હતો અને તેમાં ભાગ લેતાં હતાં.કોલેજ કક્ષાએ તેમનો આ શોખ વધારે વિસ્તર્યો અને તેમને ગાયકી માટે અનેક પ્રમાણપત્રો પણ મળ્યાં.ગુણવંત શાહ,ભવેન કચ્છી જેવા લેખકોના લેખ વાંચવાનું તેમને ખૂબ જ ગમે છે.તેમણે રૂબરૂ મુલાકાત વખતે નિખાલસ રીતે કબૂલ્યું કે વાંચવાનો તેમનો શોખ મર્યાદિત છે પરંતુ અખબારોમાં આવતા કેટલાક લેખ તેઓ કયારેક વાંચી લે છે.
૨૦૧૪ માં તેમણે જી.પી.એસ.સી.ક્લાસ ૧-૨ ની જોરદાર તૈયારી કરી પરિક્ષા આપી હતી પરંતુ સફળતા નહોતી મળી.એ પછી તેમણે ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા આપી અને બિનસચિવાલય ક્લાર્ક તરીકે ૨૦૧૬ માં તાપી જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય મથક વ્યારા ખાતે ક્લાર્ક તરીકે જોડાયાં.ત્રણ વર્ષ એટલે કે ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગમાં ક્લાર્ક તરીકે સેવા બજાવી હતી.૨૦૨૦ માં કોરોના વખતે એમણે જોબ છોડી દીધી.તારીખ ૨૮-૧-૨૦૧૪ ના રોજ મૂળ વાંકાનેરના વતની ભાવનગર સ્થાયી થયેલા અને ગાંધીનગરમાં રહેતા ડોક્ટર કુશલ ઓઝા (બી.એ.એમ.એસ.) સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયાં હતાં. ડોક્ટર કુશલ ઓઝા શરૂઆતમાં ગાંધીનગર સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર હતા. ડોક્ટર કુશલ ઓઝાએ કઠિન પરિશ્રમ કરી ક્લાસ ૧-૨ ની પરિક્ષા ૨૦૧૪ માં ભૂગોળ વિષય સાથે ઓવરઓલ ૧૭ મા રેન્ક સાથે પાસ કરી અને હાલે તેઓ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ડીસા ખાતે ડી.વાય.એસ.પી.તરીકે ફરજ બજાવે છે.નેહાબેને ૨૦૨૧ થી વ્યવસ્થિત ગાવાની શરૂઆત કરી હતી અને ભણસાલી ટ્રસ્ટ ડીસા દ્રારા ચાલતી ઓમકાર સંગીત વિધાલયમાં ગુરૂજી આશુતોષભાઈ દવેના માર્ગદર્શન હેઠળ ગાયકી તેમજ સંગીતની વ્યવસ્થિત તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેમની નાનકડી દીકરી હીરવા એન્જલસ સ્કૂલ ડીસા ખાતે અભ્યાસ કરે છે અને સંગીતની તાલીમ લઈ રહી છે.નેહાબેનનો ગાવાનો શોખ પુનઃજીવીત, પુનઃસક્રિય તેમજ પુનઃસ્થાપિત થાય અને તેઓ તેમના શોખના આ ક્ષેત્રમાં વધારે પ્રગતિ કરે તે માટે તેમના પતિદેવ પોલીસ અધિકારી ડો.કુશલ ઓઝાનું વિશેષ માર્ગદર્શન અને સહકાર છે.
સંગીતનો તેમનો સાત વર્ષનો કોર્ષ છે તેમાંથી તેમણે બે વર્ષ પૂર્ણ કરેલ છે.સંગીતમાં વિશારદ થવાની તેમની અતિ પ્રબળ ઈચ્છા છે.૨૦૨૧ ની નવરાત્રિમાં તેમણે એક સરસ ગીત ગાયું હતું જેનું નામ હતું “આરાસુર વાળી મા અંબા”.આ ગીતનું એક સરસ આલ્બમ બન્યું હતું.એના છ મહિના પછી એમનું બીજું ગીત “કહાની” લોન્ચીંગ થયું હતું.ત્રીજું આલ્બમ “ઘેર ઘેર ત્રિરંગા ” લોન્ચીંગ થયું હતું.તેમનું ચોથું ગીત “હમારે સરદાર ” લોન્ચીંગ થયું હતું. ૪-૨-૨૦૨૩ શનિવારે ભારત દેશના યશસ્વી,ઓજસ્વી, પથદર્શક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ પ્રેરણાસ્ત્રોત પૂજનીય દીલીપભાઈ દેશમુખ (દાદા) ના આશીર્વાદથી અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રોટરી હોલ ડીસા ખાતે શ્રી સિધ્ધિવિનાયક ફાઉન્ડેશન ગાંધીનગરના આયોજનથી અંગદાન-મહાદાન ગીતનું લોન્ચીંગ કરાયું હતું.આ અવસરે ડીસાના સંગીત,સાહિત્ય,કલા પ્રેમી ભાઈબહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમનાં તમામ ગીતોમાં સંગીત આશુતોષભાઈ દવેનું છે તો ગીતોની રચના જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્યે કરી છે. ગાયકી/સંગીત ક્ષેત્ર માટે તેમને ડો.અજયભાઈ જોષીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. તેમણે દીવ, અંબાજી, વીરપુર, દ્રારિકા, સાળંગપુર હનુમાનજી, બેચરાજી, ગોંડલ એમ અનેક સ્થળોએ પ્રવાસ/યાત્રા કરેલ છે. આ બધામાં તેમને ગોંડલ વધારે ગમે છે. ગોંડલનું મા ભૂવનેર્શ્વરી માતાજીનું મંદિર તેમનું પ્રિય દર્શનીય સ્થળ છે. ગુજરાત બહાર ભારતમાં તેમણે કેરાલા,
દિલ્હી, સીમલા, કન્યાકુમારી, મનાલી,
તીરૂઅનંતપુરમ, કાશ્મીર, હરિદ્વાર,
ૠષિકેષ સહિત વિવિધ સ્થળોએ પ્રવાસ/યાત્રા કરેલ છે. આ બધામાં તેમને કેરાલા પ્રદેશ ખૂબ
જ ગમે છે. તેમણે વિક્રમ ઠાકોર, કિસન રાવલ, જયકર ભોજક, રિધ્ધિ વ્યાસ જેવા ગાયક કલાકારો સાથે સ્ટેજ ઉપર ગાઈને બેસ્ટ પરફોર્મન્સ આપેલ છે. ડીસાની શાસ્ત્રીજી ગૌશાળાના એક કાર્યક્રમમાં તેમણે ગાયું હતું.તેમને બચપણથી જ ગાયકી અને નૃત્યનો શોખ હોવાથી તેમણે ભરતનાટયમનો બેઝિક કોર્ષ કરેલ છે.પાંથાવાડા ખાતેથી અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમણે ડિપ્લોમા ઈન યોગાની પરિક્ષા ઓનલાઈન કોર્ષ કરીને પાસ કરેલ છે.તેમના દિયર અર્પિતભાઈએ એમ.ડી.એસ. કરેલ છે અને ભાવનગરમાં દાંતના પ્રખ્યાત ડોક્ટર છે.તેમને જૂનાં ગીતો સાંભળવાં ખૂબ ગમે છે.તેમના પિતાજી રેલ્વેમાં સર્વિસ કરતા હતા.તેમના સસરાજી રાજેશભાઈને પોસ્ટમાં જોબ હતી તો વળી તેમનાં સાસુજી ભાવનાબેન સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં. તેમનો ભાઈ કૃણાલકુમાર દર્શન કોલેજ રાજકોટમાં પ્રોફેસર છે.નેહાબેનને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૭૨૬૨૩૮૩૮૩ તેમજ ૯૩૨૭૮૫૩૯૬૬ છે. મક્કમ મનોબળ,પ્રબળ ઈચ્છાશકિત,આગવો ઉત્સાહ,વિશેષ દષ્ટિકોણ ધરાવતી વ્યકિત કોઈપણ સમયે તેમજ સંજોગોમાં ધારે તો ખૂબ જ સારૂં કામ કરીને પ્રગતિ કરી શકે છે. તેનું ઉમદા ઉદાહરણ ડીસાનાં નેહાબેન ઓઝા છે.તેમનાં માતાપિતા જ તેમનાં આધ્યાત્મિક ગુરૂ છે તો તેમના સાસુ-સસરાએ તેમને દીકરી જેવો જ પ્રેમ આપીને તેમની પ્રગતિમાં સંપૂર્ણ સાથ- સહકાર આપ્યો છે.તેમનાં માતાપિતાજી રાજકોટ ખાતે રહે છે તો સાસુસસરા ભાવનગર ખાતે રહે છે.નેહાબેનના પતિદેવ ડોક્ટર કુશલ ઓઝા ડીસા ખાતે પોલીસ અધિકારી હોઈ તેઓ ડીસા ખાતે તેમની સાથે રહે છે.ગાયકી,સંગીત,નૃત્ય સાથે લગાવ ધરાવતા ડીસાના ભાઈઓ-બહેનોના સંપર્કમાં રહીને તેઓ આ ક્ષેત્રને વધારે પ્રગતિશીલ બનાવવા ઈચ્છે છે.
તાજેતરમાં જ હું, કનુભાઈ આચાર્ય તેમજ આશુતોષભાઈ દવે એમ ત્રણેય નેહાબેનને તેમના નિવાસસ્થાને મળી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે તેમણે ગાયકી, નૃત્ય, સંગીતના તેમના શોખની કેવી રીતે માવજત કરી તેમજ તેઓ કેવી રીતે આગળ વધ્યાં તેની ખૂબ જ તલસ્પર્શી વાતો તેમણે કરી હતી.ડીસા નગર સંપૂર્ણ કોમર્શિયલ નગર છે.સંગીત, સાહિત્ય, કલા, નૃત્ય, ગાયકીને પ્રોત્સાહન આપે તેવા ખૂબ જ ઓછા માણસો ડીસા નગરમાં વસવાટ કરે છે. ડીસામાં જમીનનો કે અન્ય વેપાર સારો ચાલે છે પરંતુ કલા કે સંસ્કૃતિરક્ષામાં ખૂબ થોડા માણસોને રસ છે. ડીસામાં કેટલાય એવા માણસો વસવાટ કરે છે કે તેમને દિલ્હીમાં શું ચાલે છે તેની ખબર છે પણ તેમનું બાળક કઈ સ્કૂલમાં અને કયા ધોરણમાં ભણે છે એની ખબર નથી.કલા અને સંસ્કૃતિની માવજત માટે ડીસામાં ઘણી જાગૃતિની જરૂરિયાત છે.ડીસા જેવા સંપૂર્ણ વ્યવસાયિક નગરમાં નેહાબેન ઓઝા પોતાની ઉત્કૃષ્ટ ગાયકી થકી સંગીતની દુનિયાને આગળ ધપાવવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે ત્યારે તેમના ગુરૂજી આશુતોષભાઈ દવે,ગીતોના રચયિતા કનુભાઈ આચાર્ય,માર્ગદર્શક ડો.અજયભાઈ જોષી સહિત સૌને સો સો સલામ. નેહાબેન ઓઝાને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન અને એટલા જ અભિનંદન તેમના પરિવાર તેમજ પતિદેવ ડોક્ટર કુશલ ઓઝાને કે તેમણે નેહાબેનની શકિતની સાચી ઓળખ કરી તેમને આગળ વધવા પૂરતું પ્રોત્સાહન આપ્યું. નેહાબેન ઓઝા પોતાના ગાયકી અને સંગીતના ક્ષેત્રમાં વધારે આગળ વધે,સફળ થાય અને ડીસા નગરનું નામ સમગ્ર ગુજરાત તેમજ દેશમાં રોશન કરે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે ફરી ફરીથી તેમને ખૂબ ખૂબ અભિનંદન….
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી.ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩