માત્ર અને માત્ર ‘સેવા એજ જીવન’ ના સર્વોતમ સિધ્ધાંત સાથે ઉમદા અને પ્રેરણાદાયી જીંદગી જીવતા શંખેશ્વરના ડો.રમેશભાઈ ઠક્કર/હાલાણી

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જેના ઉપર જગતપિતા પરમકૃપાળુ પરમાત્માની અખૂટ, અતૂટ, અમાપ,અનરાધાર, અસીમ,નિત્ય,નિરંતર કૃપા હોય તેને જ સારા વિચારો આવે અને એ વ્યકિત જ સારાં કામો કરી શકે.પિતા હરગોવિંદદાસ અંબાલાલ હાલાણી/ઠકકર અને માતા ઉમિયાબેનના પરિવારમાં તારીખ ૧૨-૬-૧૯૭૩ ના રોજ વઢિયાર પંથકના ઝાડિયાણા ખાતે જન્મેલા અને હાલમાં વિશ્ર્‌વ પ્રસિદ્ધ જૈન તીર્થધામ શંખેશ્ર્‌વર ખાતે ડોક્ટર તરીકે અતિ માનવતાવાદી કામગીરી કરતા ડો.રમેશભાઈ હાલાણી/ઠકકર ખૂબ જ પ્રેરણાદાયી અને સજ્જનશીલ વ્યકિતત્વના માલિક છે.ધોરણ સાત સુધી ઝાડિયાણા,ધોરણ ૮-૯ હારિજ, ધોરણ ૧૦-૧૧-૧૨ જામનગર ખાતે કરી તેમણે બી.એ.એમ.એસ.(આયુર્વેદિક ડોક્ટર) નો અભ્યાસ લોદ્રા ખાતેથી પૂર્ણ કર્યો હતો.શરૂઆતમાં ૧૯૯૭ થી ૨૦૦૧ વારાહી ખાતે સફળ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ ૨૦૦૧ થી ૨૦૦૪ સુધી સમી ખાતે પ્રેક્ટિસ કરી સર્વોતમ દાક્તરી સેવા કરી.૨૦૦૪ થી આજ સુધી તેમણે શંખેશ્ર્‌વર ખાતે પ્રશંસનીય, સરાહનીય, અભિનંદનીય, અનુમોદનીય માનવસેવા કરી એક મોટું ચાહકવર્તુળ ઉભું કર્યું છે.

તેઓ ભારત વિકાસ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,વિશ્ર્‌વ હિંદુ પરિષદ, જાયન્ટસ ગ્રુપ, વિધા ભારતી સંચાલિત શિશુ મંદિર જેવી વિવિધ રાષ્ટ્રવાદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર સેલના જિલ્લા કન્વીનર તરીકે સેવા આપી ચૂક્યા છે.વઢિયાર લોહાણા સમાજ ખૂબ જ કર્મઠ, તેજસ્વી,ઓજસ્વી,પ્રગતિશીલ, સંઘર્ષશીલ અને વાકચાતુર્ય ધરાવતો સમાજ છે અને સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશોમાં પણ વસવાટ કરે છે.અમારા પરમ મિત્ર, ખૂબ જ ઉદાર,દાતાર અને સાહસિક એવા વઢિયાર લોહાણા સમાજના વર્તમાન પ્રમુખ શ્રી સુરેશભાઈ ગણપતરામ ઠકકર લોલાડા-ડીસાવાળા હાલ અમદાવાદની ટીમમાં ડોક્ટર રમેશભાઈ મંત્રી તરીકે સેવા આપી રહેલ છે.કોરડાવાળા અને હાલ મહેસાણા રહેતા નારણલાલ લાલજીભાઈ ઠકકર/ગોકલાણીની સુપુત્રી પ્રિતીબેન (બી.એ.) સાથે લગ્ન થયા બાદ એકમેકના સહકારથી તેમણે અનેક સત્કાર્યો કર્યાં છે.તેમનો સુપુત્ર કીર્તન ધોરણ-૭ માં અભ્યાસ કરે છે.આધ્યાત્મિક પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ ધરાવતા ડોક્ટર રમેશભાઈ હાલાણીને “ભગવત ગીતા” અને “વિવેક ચૂડામણી” મહાગ્રંથો ખૂબ જ ગમ્યા છે.

તેમને કુદરતી સૌંદર્ય ખૂબ જ ગમે છે.ગુજરાત, રાજસ્થાન અને ગોવા સહિતનાં રાજ્યોમાં વિશેષ ફરવા જવાનું બન્યું છે.ગુજરાતનો સાસણગીરનો પ્રદેશ એમનો પ્રિય વિસ્તાર છે.રાજસ્થાનનો જેસલમેર પ્રદેશ તેમને ખૂબ જ ગમે છે.જૈન દાતાઓના સહકાર અને માર્ગદર્શનથી ૪૨ જેટલા મેડિકલ કેમ્પ એમણે કર્યા છે જેમાં વિનામૂલ્યે દર્દીઓની ચકાસણી કરી દવાઓ તેમજ જરૂરિયાત મુજબ દર્દીને ગામડેથી આવવા-જવાનું ભાડું પણ આપવામાં આવેલ છે.કૃત્રિમ હાથ,પગ તેમજ ઘોડી વિગેરે માટે પણ ચાર જેટલા વિકલાંગ કેમ્પ કરી વિનામૂલ્યે દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડયા છે.છ જેટલા રક્તદાન કેમ્પ કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોહી એકત્ર કરવાનું માનવતાવાદી કાર્ય કરનાર ડો.રમેશભાઈ હાલાણી કુદરત અને પરમાત્માને કેન્દ્રમાં રાખી પૈસા કરતાં સેવા અને માનવજીવનને વધારે મહત્વ આપે છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ..૭૭૭૯૦૪૩૧૦૦ છે.

શંખેશ્વર વિસ્તારમાં ૧૪૦૦ જેટલાં મા કાર્ડ તેમણે કઢાવી આપ્યાં છે. શિયાળામાં ગરીબ માણસોને ધાબળા આપવાનું કામ કરનાર ડો.રમેશભાઈએ કોરોના દરમિયાન અનેક દર્દીઓને જરૂરી પ્રાથમિક સારવાર કરી તેમજ જરૂરિયાતમંદ ૪૦૦ જેટલી વ્યકિતઓને ત્યાં રાશનકીટ પહોંચાડી હતી. જરૂરિયાતમંદ દર્દીઓની કન્સલ્ટીંગ ફી તેઓ લેતા નથી,દવા મફત આપે છે અને જરૂર લાગે તો દર્દીને ગામડેથી આવવા-જવાનું ભાડું પણ આપે છે.છેલ્લા ૨૫ વર્ષથી ગરીબ દર્દીઓને ચકાસી ફ્રી દવા આપે છે.જનસેવા,વૃક્ષારોપણ, વાંચનનો શોખ ધરાવતા તેઓ સતત પોતાની જાતનો જ અભ્યાસ કરતા રહે છે.અમૂલ્ય માનવ અવતાર આપવા બદલ પરમાત્મા અને માતાપિતાનો સતત આભાર માને છે.જૈનમુનિ પરમ વંદનીય, પૂજનીય હેમચંદ્રસૂરીશ્ર્‌વરજી મહારાજ સાહેબના વરદહસ્તે ૧-૩-૨૦૨૨ના રોજ તેમનું સન્માન કરાયું હતું.૨૦૦૮ માં પણ પાટડીના તત્કાલિન ડેપ્યુટી કલેક્ટર દમયંતિબેન ગઢવીના હસ્તે માનવસેવા બદલ તેમનું સન્માન કરાયું હતું.ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ તેમજ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન અમદાવાદના બોર્ડ મેમ્બર શીરીષકુમાર શાહ દ્રારા તેમનું સન્માન થયેલ છે.ભારત વિકાસ પરિષદ દ્રારા તેમના સત્કાર્યોની ગર્વ અને ગૌરવભેર નોંધ લેવાઈ છે.

અનેક અખબારોએ તેમની મૂલ્યનિષ્ઠ માનવતાવાદી કામગીરીની વારંવાર નોંધ લીધી છે.તેમના જીવન વિકાસમાં ગુરૂજી,પથદર્શક,માર્ગદર્શક,રાહબર તરીકે તેમનાં માતાપિતાની જ મહત્વની ભૂમિકા રહી છે તેવું તેઓ માને છે.તેમના એક ભાઈ અમૃતલાલ હાલાણી બી.ઈ.સિવિલ એન્જિનિયર છે.તેઓ ગુજરાત વોટર સપ્લાય બોર્ડમાંથી તાજેતરમાં જ ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત થયેલ છે.તેમના બીજા ભાઈ ચંદુભાઈ ઝાડિયાણા ખાતે જ વ્યવસાયમાં સંકળાયેલા છે.તેમનાં બેઉ ભાભીઓ અનસોયાબેન,વર્ષાબેન તેમજ બહેન ગીતાબેન, બનેવી વિજયકુમાર સહિત સમગ્ર પરિવાર ખૂબ જ સારા,ઉચ્ચ,હકારાત્મક વિચારો સાથે પ્રગતિશીલ જીવન જીવી રહેલ છે.શંખેશ્ર્‌વર વિસ્તારમાં જ્યારે પણ ફ્લૂ,ચીકનગૂનિયા કે અન્ય કોઈ રોગચાળો ચાલુ થાય ત્યારે તેઓ લોકોને આયુર્વેદિક ઉકાળા પાઈને સમગ્ર શંખેશ્ર્‌વર વિસ્તારને મહામારીમાંથી બચાવી સુરક્ષિત રાખે છે.આ માટે પાલનપુરના વૈધ મહેશભાઈ અખાણીનું માર્ગદર્શન તેમને મળતું રહે છે.જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા ઉપર જ અતિશય શ્રધ્ધા અને વિશ્ર્‌વાસ ધરાવતા ડોક્ટર રમેશભાઈ હાલાણી પોતાના મેડિકલ વ્યવસાયમાં પણ પરમાત્માને જ નજર સમક્ષ રાખીને પરમાત્માની સાક્ષીએ દર્દીનારાયણોની માનવતાવાદી સેવા કરતા રહે છે.તેઓ પૈસા કરતાં માનવસેવાને વધારે મહત્વ આપે છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે.૪૯ વર્ષની ઉંમરે પોતાની નિસ્વાર્થ સેવા અને માનવતાવાદી વિચારસરણીને લીધે અનેકજનોમાં અતિ પ્રિય બનનાર ડોક્ટર રમેશભાઈ હાલાણીને તેમની રચનાત્મક, હકારાત્મક, માનવતાવાદી કામગીરી માટે કોટિ કોટિ વંદન…અભિનંદન..અઢળક શુભેચ્છાઓ તેમજ નિરામય દીર્ઘાયુ માટે પ્રભુ પ્રાર્થના.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.