આપણે રામાયણ કે મહાભારતમાંથી કાંઈ શીખ્યા ?

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભારતીય વૈદિક સંસ્કૃતિનું વહન કરતાં આપણશાં વેદ,ઉપનિષદ, પુરાણો અને રામાયણ, મહાભારત, શ્રીમદ્‌ ભાગવત કે ગીતાજી જેવાં ઉત્કૃષ્ટ સાહિત્યમાંથી તેને અનુરૂપ જીવન જીવતાં શીખ્યા છીએ ખરા ?
રામાયણમાં ભગવાન રામના પરાક્રમ અને શૌર્યની તથા રઘુકુળ વંશની ગરીમાની કથા છે. મહાભારત, અન્યાય સામે પ્રતિકાર કરતા પાંડવોએ અને તેમને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપીને જીવન જીવતાં શીખવનારા મહાપરાક્રમી જગદ્‌ગુરૂ શ્રીકૃષ્ણની કથા છે. ભાગવતમાં પ્રેમની કરૂણા વહાવતી કથાઓ છે. ગીતાજી તો જીવન જીવવાની કલાનો ગ્રંથ છે. આના સિવાય પણ વેદો અને ઉપનિષદોમાં સચવાયેલું જ્ઞાન અદ્‌ભૂત છે. આટલો સમૃદ્ધ સાહિÂત્યક વારસો હોવા છતાં આવા સાહિત્યને કથાઓ સ્વરૂપે હજારો હરિભકતો વચ્ચે રજુઆત કરતાં સાધુ સંતો હોવા છતાં આપણે આવી કથાઓમાંથી શું શીખ્યા ? આપણે આપણા પરાક્રમના બળથી અસામાજીક તત્વોને પડકારી શકયા નથી. આપણા કોઈ દેવી દેવતાની કથા, શૌર્ય અને પરાક્રમ વિહોણી નથી.કોઈ દેવી દેવતા હથિયાર વગરના નથી. તો પછી આપણે આ શૌર્ય અને પરાક્રમને કેમ વિસરી ગયા ?
અમેરીકામાં ભગવાન શ્રીરામ જેવા પરાક્રમી અને શૌર્યથી ભરપુર ભગવાન જન્મ્યા છે કે નથી તેની ખબર નથી પરંતુ તેના રાજકીય આગેવાનોએ શ્રીરામની જીવન પ્રણાલી અપનાવીને.. દુશ્મન ગમે ત્યાં છુપાયો હોય તો પણ બંગરો ફાડીને પણ તેને ખતમ કર્યો છે. આવી વીરતા અને સાહસ આપણા નેતાઓ કેમ બતાવી શકતા નથી ?
ભગવાન શ્રીકૃષ્ણને આપણે કુશળ વહીવટ કરતાં ગણીએ છીએ તો તેમના જીવનમાંથી આપણે હજુ સુધી કોઈ મેનેજમેન્ટ ગુરૂ પેદા કરીને દુનિયા ઉપર છવાઈ જાય તેવા ઉત્પાદનો કેમ કરી શકયા નથી ? ખેલ મહાકુંભ દેશમાં હોય કે વિશ્વ સ્તરે, આપણે હજુ સુધી આવી સ્પર્ધાઓમાં મેડલ મેળવવામાં કેમ પાછળ રહ્યા છીએ ? આપણે મંદિરોમાં બેસીને ભગવાનની મુર્તિનાં દર્શન, પુજન અને અર્ચના બહુ જ કર્યા. હવે તેમના જેવા ગુણ, શીલ અને વ્રતધારી બનતાં શીખીએ.
કોઈ ભગવાન આપણને મદદ કરવા આવશે એવી આશા સાથે હાથ જાડીને બેસી રહેવાવાળા આપણે મોટે મોટેથી રાગોડા તાણીને ભજન ગાતા આપણે તે ભજનની કડીઓના અર્થ સમજીને તે મુજબનું જીવન જીવતાં આપણને કોણ રોકે છે ?
આપણા મુર્ઘન્ય સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમના ધારદાર પ્રવચનોમાં ઘણી વખત કહે છે, આપણે પરાક્રમ કરવાનું ભુલી ગયા છીએ. મોથલ સુબો મહંમદ ગીઝની જંયારે સોમનાથ ઉપર ચડાઈ કરીને આવ્યો ત્યારે તેની પાસે ગણ્યા ગાંઠયા જ સૈનિકો હતા. જ્યારે તે વખતે સોમનાથમાં હજારો ભુદેવોનાં નિવાસસ્થાન હતાં. આપણા દરેક બ્રાહ્મણ ઘરના યુવાનો એક એક હથિયાર લઈને નીકળ્યા હોત તો મોયલો નાસી જાત પરંતુ આપણે તો ભગવાન શંકર જ બધું કરશે. હમણાં ત્રીજું નેત્ર ખોલશે અને મોઘલો બળીને ભસ્મ થઈ જશે તેમ વિચારતા ઘરમાં બેસીને જ ભજન કરવામાં શાણપણ માન્યું અને જે પરિણામ આવ્યું તે આપણી નજર સામે છે.
ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરીએ. સાચા હૃદયથી કરીએ પરંતુ તેના આરાધક તરીકે તેમના જેવા જ શૌર્ય અને પરાક્રમવાળા બનીએ. પોતાની જાતે જ વિકસીત થતાં શીખીએ. ભગવાન પણ આળસુ ભકતોને મદદ કરી શકતા નથી તેવી સમજ સાથે જીવન ધોરણ અપનાવીએ. ભગવાનમાં શ્રદ્ધા રાખીએ પરંતુ તે માટેની પાત્રતા પણ કેળવીએ.
નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.