છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુરમાં અનેકવિધ સેવાકાર્યો થકી પરોપકારી જીવન જીવતા વિશ્વ લોહાણા મહા પરિષદના ઝોનલ પ્રમુખ કિસનભાઈ મીરાણી/ઠકકર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભારતનાં તમામ રાજ્યો અને વિશ્ર્‌વના મોટાભાગના દેશોમાં વસવાટ કરતા ગુજરાતીઓ ખૂબ જ સાહસિક, નીડર, સમજુ, સમાધાનકારી, મળતાવડા, પરોપકારી તેમજ ધાર્મિક છે. મૂળ જામનગર જિલ્લાના બેલા ગામના વતની જમનાદાસભાઈ મીરાણી ૧૯૪૨માં રાયપુર ધંધાર્થે ગયા. શરૂઆતમાં સર્વિસ કરી અને પછી તેમણે બીડીપતાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. માતા મંગળાબેન અને પિતા જમનાદાસભાઈ મગનલાલ મીરાણીના પરિવારમાં તારીખ ૧૫-૮-૧૯૫૯ ના રોજ રાયપુર ખાતે જન્મેલા કિસનભાઈ મીરાણીએ પિતાજીના વ્યવસાયને આગળ ધપાવ્યો અને તેમના દીકરાએ પણ વિશેષ પ્રગતિ કરી.૧૧-૧૨-૧૯૮૨ ના રોજ ગોંદિયા-મહારાષ્ટ્ર નાં પ્રફુલ્લાબેન ઠકકર સાથે લગ્ન થયા બાદ કિસનભાઈએ સફળ સામાજીક જીવનનો પ્રારંભ કર્યો. એમ.કોમ. સુધીનો અભ્યાસ ધરાવતા કિસનભાઈ હાલમાં પાનપરાગના વ્યવસાય સાથે સંકળાયેલ છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને તેમાંયે લોહાણાઓ વસવાટ કરે છે. છત્તીસગઢ રાજ્યની રાજધાની રાયપુરમાં ૪૭૫ જેટલાં લોહાણા પરિવારો છે જે મોટાભાગે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં જ છે.

કિસનભાઈ મીરાણી રાયપુર સહિત છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વસતા તમામ ગુજરાતી પરિવારો સાથે સતત સંપર્કમાં છે.તેઓ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી રાયપુર લોહાણા મહાજનના પ્રમુખ રહ્યા હતા અને તેમની સફળ કામગીરીને લીધે ૨૦૨૧ માં તેઓને ફરીથી રાયપુર લોહાણા મહાજનના પ્રમુખ બનાવવામાં આવેલ છે.ચાર એકર જગ્યામાં વીસ કરોડ રૂપિયાના ખર્ચે તેઓ આલીશાન લોહાણા મહાજન વાડી બનાવવા જઈ રહેલ છે.રાયપુર જાગૃતિ મંડળ ટ્રસ્ટના તેઓ અધ્યક્ષ છે જેની સ્થાપના તેમજ રજીસ્ટ્રશન તેમના વેવાઈ પ્રકાશભાઈ દાવડાએ વર્ષ ૨૦૦૦ માં કરાવ્યું હતું.રાયપુર જલારામ સેવા સમિતિના તેઓ સંરક્ષક છે.દીપાવલી મહોત્સવ, નવરાત્રિ ઉજવણી,દરિયાલાલ જયંતિ, જલારામ જયંતિ જેવા ધાર્મિક કાર્યક્રમો રાયપુર લોહાણા મહાજન દ્રારા નિયમિત ઉજવાય છે. તેમના ત્રણ ભાઈઓ અને એક બહેન તારાચંદભાઈ, રમેશભાઈ, શશીકાંતભાઈ અને શોભનાબેનનાં પરિવારો પણ સારી રીતે સેટ થયેલ છે.કલકતાથી લઈને નાગપુર સુધી કયાંય પણ ના હોય તેવી ખૂબ જ અધતન અને વિશાળ લોહાણા મહાજન વાડી બનાવવાના પ્રકાશિત અને પ્રભાવિત સ્વપ્ન સાથે સતત કાર્યરત રહેતા કિસનભાઈ મીરાણીના જીવનનો એક જ સિધ્ધાંત છે કે થાય તો કોઈનું સારૂ કરવું પરંતુ ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છવું નહીં કે કરવું પણ નહીં.તેમના દીકરા ચિરાગભાઈએ એમ.કોમ.કરેલ છે તો પુત્રવધુ દીપ્તીબેન પણ ઉચ્ચ અભ્યાસ ધરાવે છે.તેમની દીકરી ઉન્નતિબેન રાજકોટ ખાતે ચિરાગકુમાર દાવડા સાથે પરણાવેલ છે.પૌત્ર યક્ષ તેમજ પૌત્રી કાયસા પણ તેજસ્વી છે.લોહાણા મહાજન વાડીમાં ૬૦ એ.સી.રૂમ,બે મોટા હોલ,જલારામ મંદિર, ગાર્ડન, વિશાળ કિચન,મીની હોલ, કાર્યાલય, પાર્કિંગ વિગેરેનો સમાવેશ કરીને સારા-માઠા પ્રસંગે સૌને સગવડ મળે તે રીતે કિસનભાઈ મીરાણીએ સંપૂર્ણ તૈયારી કરી દીધેલ છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૮૨૬૧૩૩૬૬૬ છે.તેમની સાથે રાયપુર લોહાણા મહાજનના મંત્રી હિતેશભાઈ રાયચુરા, યુવક મંડળના પ્રમુખ નીતીનભાઈ માનસાતા, મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પૂજારા સહિત રાયપુર અને છત્તીસગઢનો સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ કાર્યરત છે. લોહાણા મહાજન રાયપુર દ્રારા સતત સંગઠનલક્ષી, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, ધર્મલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ થાય છે. લોહાણા મહા પરિષદના વર્તમાન પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણીએ તેમની સાથે સંપૂર્ણ સંવાદ કરીને ઝોન-૧૧ કે જેમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશ રાજ્યો આવેલ છે તેવા ઝોનના ઝોનલ પ્રમુખ બનાવેલ છે.આ ઝોનમાં હાલ નવ લોહાણા મહાજનો છે અને કિસનભાઈના નિષ્ઠા
પૂર્વકના પ્રયત્નોને લીધે ૧૯ નવાં લોહાણા મહાજનોની ટૂંક સમયમાં જ સ્થાપના થનાર છે.કિસનભાઈ મીરાણી બીડીપતાના વ્યવસાય સાથે સંકળાયેલ હતા પરંતુ ૨૦૧૨ થી તેઓ પાનપરાગના વ્યવસાયમાં જાેડાયા છે.
ભાગવત કથા કરવી, કરાવવી અને આવા ધાર્મિક આયોજનમાં અગ્રેસર રહેવાનો તેમનો ગજબનો શોખ છે. બરસાણીદાદા એમના ગુરૂજી છે.તેમણે લગભગ પંચાવન થી છપ્પન વાર ભાગવત કથાઓનું આયોજન કરેલ છે. રાયપુર લોહાણા સમાજમાં પણ ચાર વખત ભાગવત કથાઓ કરાવેલ છે.તેમનાં માતુશ્રી પૂજ્ય મંગળાબેન કાયમ કહેતાં કે કોઈ
મૃત્યુ પામે તો તેની પાછળ ભાગવત કથા તો અવશ્ય કરાવવી જ. તેઓ અવારનવાર ગુજરાત આવતા રહે છે. ગુજરાતમાં તેમને જામનગરનું બાલા હનુમાનજી મંદિર કે જ્યાં સતત રામધૂન ચાલુ જ હોય છે એ જગ્યા તેમને ખૂબ જ ગમે છે. આ ઉપરાંત ધ્વજાજી ચડાવવાના મંગલ હેતુ માટે દ્રારિકાજી મંદિર વધારે ગમે છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ભોપાલ,જબલ
પુર તેમજ છત્તીસગઢમાં રાયપુર, બિલાસપુર, જબદલપુર તેમજ ચંપારણ્ય (શ્રી મહાપ્રભુજીની બેઠક) સહિતનાં શહેરો તેમને વધારે ગમે છે. વિશ્વ લોહાણા મહા પરિષદના માધ્યમથી તેમણે તમામ લોહાણા મહાજનોની માહિતી એકત્રિત-સંકલિત કરી છે. તેમના વ્યવસાયમાં આ વિસ્તારમાં તેમની પાસે ૬૨૫ જેટલા સેલ્સમેન છે. આ બધાના માધ્યમથી કોરોના દરમિયાન છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં વસવાટ કરતા તમામ ગુજરાતીઓ અને તેમાંયે તમામ લોહાણાઓનો સંપર્ક કરીને તેમણે વિશિષ્ટ કામગીરી કરી હતી અને ખૂબ જ સારી માહિતી એકત્રિત-સંકલિત કરી હતી. કચ્છના આધોઈ ખાતે આવેલ મા બુટભવાની માતાજીનું મંદિર તેમની કુળદેવી માતાનું સ્થાનક છે ત્યાં પણ તેઓ અવારનવાર આવે છે.યુરોપના દેશો તેમજ ચીનનો પ્રવાસ તેમણે કર્યો છે પણ બધે જ ફર્યા પછી તેમને સરવાળે તો ભારત દેશ જ સર્વશ્રેષ્ઠ લાગ્યો છે.
સાહસ, સંઘર્ષ, સમજણ થકી પોતાના વ્યવસાયમાં સતત આગળ વધી ધર્મકાર્યને વિશેષ મહત્વ આપનાર કિસનભાઈ મીરાણી ખૂબ જ સરળ અને નિજાનંદી વ્યકિતત્વના માલિક છે. આગામી સપ્ટેમ્બર ૨૦૨૨ માં પણ ફરીથી તેમણે રાયપુરમાં દિવ્ય ભાગવત કથાનું આયોજન કરેલ છે. આ કથામાં મુંબઈના પૂજ્યપાદ નરેશભાઈ રાજ્યગુરૂ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ કથાનું રસપાન કરાવનાર છે.રાયપુરના તમામ લોહાણા વડીલો,યુવાનો,મહિલાઓ સૌને સાથે રાખીને સતત કાર્ય કરતા કિસનભાઈ મીરાણી ખૂબ જ દષ્ટિસંપન્ન વ્યકિતત્વ ધરાવે છે. પાનપરાગનું તેમનું ઓલ ઈન્ડિયાનું કામકાજ છે.સદાય હસતા અને સૌને હસાવતા કિસનભાઈ મીરાણી એક મળવા જેવા અને માણવા જેવા માણસ છે. જીવનમાં શક્ય તેટલાં વધારે સારાં કામો કરીને પરમાત્માનો રાજીપો મેળવવો એવો રચનાત્મક અભિગમ ધરાવતા કિસનભાઈ મીરાણી રઘુવંશી લોહાણા સમાજનું એક આગવું ગૌરવ છે. ગુજરાતથી અનેક કિલોમીટર દૂર હોવા છતાં પણ રાયપુરમાં બેઠાંબેઠાં સૌ ગુજરાતીઓ અને લોહાણાઓ પ્રત્યે હમદર્દી રાખતા હમસફર જેવા આદરણીય કિસનભાઈ મીરાણીને કોટિ કોટિ વંદન..ખૂબ ખૂબ અભિનંદન તેમજ તેમના નિરામય દીર્ઘાયુ માટે પણ પરમપિતા પરમાત્માને વિશેષ પ્રાર્થના.
ભગવાનભાઈ ઠક્કર (બંધુ), ડીસા
મોબાઇલ ઃ ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.