ગુજરાતી કાવ્ય સાહિત્યના ઉપવનમાં વાસંતી ગઝલ પુષ્પોના પડછાયા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

જીવન માં આપણી વેદનાઓ, સંઘર્ષ,જેવી લાગણીઓ પીડા,સુખ,દુઃખ, પ્રેમ, ધૃણા,જેવા મનોભાવ નું નિરુપણ સંવેદન રુપે વ્યક્ત થાય ત્યારે એને માણવા ની મજા ભાવક માટે પણ કુતુહલ જગાવે અને એ કુતુહલ કાવ્યસ્વરૂપે પ્રગટે ત્યારે તે વિશિષ્ટબને છે જે માણે તે જાણે એટલે આવી સુંદર રચનાઓ નું સંકલન મલે ત્યારે ભાવક ને એ પડછાયા થી પ્રિત થયા વિના ન રહે.
આવા એક સહિયારા પ્રયાસની વાત કરવી છે. જેના માટે સંકલનકારો એ માત્ર ગુજરાત જ નહીં પણ મુંબઈ સુધી નજર દોડાવી છે.આ ગઝલ સંગ્રહ ના પ્રકાશન માં રશ્મિ જાગીરદાર અને કિરણ જાેગીદાસે અનન્ય ફાળો આપ્યો છે.તો સુંદર સંકલન શ્રીમતિ નીતા કોટેચા એ કુશળતા પૂર્વક વિવિધ મણકા ઓ ને એક સુત્ર માં પરોવી સંગ્રહ ને વૈવિધ્યપૂર્ણ બનાવ્યો છે.આ સંગ્રહ માં કુલ -૩૯ કવિ/ કવયિત્રિઓ ની ૧૨૮ ગઝલો ને સમાવવા માં આવી છે.વળી ભાવક ને તેના બંધારણ નો ખ્યાલ આવે તે માટે પ્રથમ મુકી પછી ગઝલ રજૂ કરવા નો ઉપક્રમ રાખ્યો છે.તેમજ એક સર્જક ની ત્રણ રચનાઓ લેવા માં આવી છે.કવિ ભરત ભટ્ટ આ સંગ્રહ ને પોતાના શેર દ્રારા બિરદાવતાં કહે છે કે

મને ખુદ ને સમજાવતાં થાકી ગયો છું હું,
હે,પડછાયા તને હંફાવતાં થાકી ગયો છું હું.

અને એક બીજા શેર માં કવિ કહે છે કે – સાવ અધવચ્ચે થી ચીરે છે મને, મારો આ પડછાયો પડે છે મને.
પડછાયો ગઝલ સંગ્રહ ની પ્રસ્તાવના માં રશ્મિ જાગીરદાર કહે છે કે – કૂણી કૂંપળ ને આવે સમણું કે,
એ મહેંકે છે પુષ્પ ના પમરાટે, ઓલી રજકણ ને જાગે અરમાનો, એ સુરજ બનવા ઉડે આકાશે.
પડછાયો ગઝલ સંગ્રહ ની કેટલીક ગમી જાય તેવી ગઝલો ના શેર જાેઇએ…
કવિ જિજ્ઞેશ વાળા પોતાની પહેલી ગઝલ ની શરૂઆત કઇંક આ રીતે કરે છે.

સુંદર નાજુક નમણા ને હું પ્રેમ કરું છું,
બાથ ભરી ને ઝરણાં ને હુંપ્રેમ કરું છું,
ઠેક લગાવી આવે છે જે મારી અંદર,
ભોળા ભાળા હરણાં ને હું પ્રેમ કરું છું.

તો કવિ નિરંજન શાહ ‘નીર’ નો મિજાજ જરા અલગ છે તે કહે છે કે ..

રાત આખી સ્વપ્ન માં ના ગાળ તું,
વેદના ને બસ સહજ પંપાળ તું,
આજ માં જીવી લે તું જિંદગી,
કાલ ની બસ છોડ જંજાળ તું

તો તેમની વાત થી તદ્દન અલગ કવયિત્રિ નીતા પટેલ ‘નવલ’ કહે છે કે..

શકયતા ના દ્વાર છીએ હું અને તું,
હા,ના નો અધ્યાર છીએ હું અને તું,
લાગણી ના આમ સાગર રોજ ઠાલા,
એ કિનારે ખાર છીએ હું અને તું

અને કવિ કમલ પાલનપુરી તો અલગ વિષય લઈ ને આવ્યા છે ..

આજ ઇશ્વર એકલો પુજા છે,
માવતર ઘરડાં અહીં વિસરાય છે,
થાય જાે મા બાપ ની ભોળી દુઆ,
સૌ બલાઓ દૂર ભાગી જાય છે.

અને રાજકોટ નિવાસી કવયિત્રી હર્ષિદા તો સીધુંજ કહે છે

ન દિલ માં વસાવો તમે તો તમે છો,
કહી ને ન આવો તમે તો તમે છો
બધા ની નજર તો તમારા ઉપર છે,
નજર તો મિલાવો તમે તો તમે છો.

કાલજયી પ્રકાશન-મુંબઇ દ્વારા નવઉન્મેષી સર્જકો ને સાહિત્ય ના ઉપવન માં કુંપળ રુપે વ્યક્ત થવા નો અવસર ઉભો કરવા બદલ અભિનંદન પાઠવું છું અને ગઝલ સંગ્રહ ને આવકરું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.