‘આ ઘર નથી તમારૂં; મહેમાન છો પ્રભુના’ આ વાત અને વિચારને જીવનમાં ઉતારવા જેવી છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

આ પૃથ્વી ઉપર આવેલા અનેક સંતો, સજજનો, લેખકો, કવિઓ અને સારા માણસોએ કોઈને કોઈ પ્રકારે આપણને ઉપદેશ આપીને સારૂં જીવન જીવવાની પ્રેરણા આપી છે. આપણી અંદર પડેલી ઈર્ષા, અદેખાઈ, અહંકાર, આડંબર, દંભ, રાગદ્વેષ, આઘીપાછીની ટેવ, કોઈને પાડી દેવાની મહેચ્છા એમ વિવિધ કુસંસ્કારોને લીધે કેટલીક સારી અને સાચી વાતો કે બાબતોને આપણે અપનાવી શકતા નથી. વિવિધ ભાષા, પ્રાંત, બોલી, પહેરવેશ, ખોરાક, રિતરિવાજા વિગેરેને લીધે અખંડિત ભારતભૂમિ કયાંક કયાંક કયારેક કયારેક ખંડિત હોય તેવી લાગણી થાય છે. કોઈક ભાષાના નામે તો કોઈક વિસ્તારને નામે લડે છે. કોઈક ધર્મના નામે તો કોઈક વિવિધ માગણીઓના નામે લડે છે. લડાઈ એ આપણો મુળભુત સંસ્કાર, હક કે અબાધિત અધિકાર હોય એમ આપણે લડાઈ છોડવા તૈયાર નથી. ત્યાગની ભાવના માટે આખી જીંદગી મોટા મોટા ઉપદેશ આપતા પરમ આદરણીય સંતો કે સાધુઓ પણ કયારેક તો જતું કરવા તૈયાર હોતા નથી.
આવા સંજાગોમાં એક સરસ ભજન ‘‘આ ઘર નથી તમારૂં; મહેમાન છો પ્રભુ ના, કરશો ના મારૂં મારૂં; પળમાં બધું જવાનું’’. સાંભળવા મળતાં જ આ લેખ લખવાની પ્રેરણા મળી. આપણે સૌ પરમપિતા પરમાત્માના મહેમાન છીએ અને તેનાં જ બનાવેલાં રમકડાં છીએ જે પળવારમાં રાખમાં રોળાઈ જવાનાં છે. આપણી પદ, પૈસો, પ્રતિષ્ઠા, સંપત્તિ, પરિવાર, શÂક્ત વિગેરે મુકીને જ આપણે રવાના થવાનું છે. પરમ પિતા પ્રભુને પ્યારા લાગીએ તેવાં કામ કરી શકીએ તોજ પરમાત્માનો અવિરત રાજીપો આપણા ઉપર ઉતરી શકે.
પરિવારમાં, સમાજમાં કે ગામમાં હળીભળીને રહેનાર વ્યÂક્ત જ પોતાની યાદ મુકી જાય છે. એક દિવસ એક ભીંત ઉપર રઠર ફૂટની જગ્યામાં માત્ર આપણી તસવીર લટકતી હશે. મારૂં મારૂં કરીને જેના માટે આપણે મરી રહ્યા છીએ કે ઝઘડી રહ્યા છીએ એ બધામાંથી આપણું કંઈ જ નથી. વાણી, વર્તન, વ્યવહાર થકી થોડુંક પણ સારૂં જીવી લેવાય તે જરૂરી છે. આપણી મસ્તી જ આપણને સારૂં જીવન જીવવા ઉપયોગી નીવડે છે. આપણાં અંદર જામેલાં કુસંસ્કારોનાં જાળાંને લીધે સત્સંગની પણ આપણા ઉપર અસર થતી નથી. આપણે પ્રભુ દ્વારા આપણા કર્મો આધારિત આપણને મળેલા ભાડાના મકાનમાં જ નિવાસ કરી રહ્યા છીએ.
બહુ લાંબુ ના વિચારીએ તો પણ આપણા જીવાતા જીવનનો એક એવો અનુભવ છે કે આપણે પોતે પણ કયારેય એક જ મકાનમાં રહ્યા નથી. આપણી જીંદગી દરમિયાન પણ આપણે બે ચાર મકાન બદલી ચૂકયા છીએ અને છેલ્લે પણ જે મકાનમાં રહેતા હોઈશું તે પણ ખાલી જ કરવું પડશે અને પ્રભુની ગોદમાં સમાઈ જવું પડશે. આપણે કોઈ પૈસાવાળા કે મોટા માણસની જરૂર હોય તો તેને માટે ગમે તેવું મીઠું મીઠું બોલીએ છીએ તો જેની આપણે કાયમ જરૂર છે અને જેના દરબારમાં છેલ્લે આપણે ઉપÂસ્થત થવાનું છે એવા પ્રભુને ગમતું ભજન કે સત્સંગ કરીને અથવા તો તેને ગમતાં સત્કાર્યો કરીને પરમાત્માને જ રાજી કરવા એ અતિ જરૂરી છે. પ્રભુના દરબારમાં જયારે ઉપÂસ્થત થઈએ ત્યારે પ્રભુને ગમી જઈએ તેવા સત્કાર્યો કરવાની જરૂર છે. એકબીજાને પછાડવામાં કે એકબીજાનું પડાવી લેવામાં જીંદગી બગાડવાની જરૂર નથી. આપણાં વાણી, વર્તન કે વિચારથી આપણે, બીજા અને પરમાત્મા રાજી થાય તે જરૂરી છે. મારૂં મારૂં કરી જે ઘરની પાછળ આપણે આંધળા થઈએ છીએ એ ઘર ચોક્કસ ટાઈમે આપણે ખાલી જ કરવાનું છે.જીવનના રચનાત્મક વિકાસ માટે સંતશરણ, સત્સંગ શરણ અને સુવિચાર શરણ જરૂરી છે.આ પૃથ્વી ઉપર આપણે નિર્ધારીત વર્ષો માટે જ આંટો મારવા આવ્યા છીએ એને સત્કાર્યો થકી સફળ બનાવીએ તે ખુબ જ જરૂરી છે.આપણી જીંંદગીનું છેલ્લું સ્ટેશન આવે એટલે બધાં જ સંબંધીઓ અને તમામ પ્રકારનો સામાન મૂકીને ફરજીયાત ઉતરી જવું પડશે.

– ભગવાનદાસ બંધુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.