ધમાકેદાર ઓપનીંગ સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 548 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 21600ની પાર ખુલ્યો, આ શેરો ચમક્યા

Business
Business

સપ્તાહના છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારે જોરદાર ઉછાળા સાથે શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE નો બેન્ચમાર્ક સેન્સેક્સ આજે સવારે 9.15 વાગ્યે 547.69 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 71734.55 પર ટ્રેડિંગ શરૂ કરતો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 151.35 પોઈન્ટના ઉછાળા સાથે 21613.60ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી બેંકમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક 438 અંકોની મજબૂતી સાથે 46151.55 ના સ્તર પર કારોબાર કરતી જોવા મળી હતી. તમામ ક્ષેત્રીય સૂચકાંકો IT, મેટલ, બેંકો અને કેપિટલ ગુડ્ઝના સ્ટોમમાં 1 ટકાથી વધુની વૃદ્ધિ સાથે લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

પ્રી-ઓપનિંગમાં જ ધડાકો થયો 

સ્થાનિક શેરબજારે શુક્રવારે સવારે 9 વાગ્યે તેના પ્રી-ઓપનિંગ સેશનમાં વિસ્ફોટક શરૂઆત કરી હતી. સવારે સેન્સેક્સ 1012.59 અંકોના જોરદાર ઉછાળા સાથે 72199.45 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 255.80 પોઈન્ટના વધારા સાથે 21718.10ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ શેરોમાં હલચલ

કોલ ઈન્ડિયાનો શેર 2.5% વધીને રૂ. 384.90 થયો હતો. આ શેર નિફ્ટી 50માં ટેક મહિન્દ્રાને પાછળ છોડીને ટોપ ગેનર બન્યો હતો. ટેક મહિન્દ્રાનો શેર આશરે 3.2% વધીને રૂ. 1,397.85 થયો હતો. નિફ્ટી 50માં આ સ્ટોક ટોપ ગેઇનર હતો. શરૂઆતના ટ્રેડિંગ કલાકોમાં નિફ્ટી 50માં આઇશર મોટર્સ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ અને ટાઇટન ટોપ ગેઇનર હતા. જ્યારે નિફ્ટી 50માં ઇન્ડસઇન્ડ બેન્ક એકમાત્ર લુઝર હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં કેવો છે ટ્રેન્ડ?

એશિયન માર્કેટમાં સરેરાશ એક ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ત્રણ દિવસની નબળાઈ બાદ અમેરિકન બજારમાં ફરી તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને વેગ આપ્યો હતો. જાપાનનો Nikkei 225 1.4 ટકા અને ટોપિક્સ 0.98 ટકા વધ્યો હતો. એ જ રીતે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.14 ટકા વધ્યો હતો, જ્યારે કોસ્ડેક ટ્રેડિંગ દરમિયાન 1.37 ટકા વધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.