
રશિયામાંથી ખાતરની આયાત ત્રણ વર્ષમાં સૌથી વધુ જોવા મળી
ભારતે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન રશિયામાંથી યુરિયા અને ડીએપી સહિત 34.19 લાખ ટન ખાતરની આયાત કરી હતી,જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ જોવા મળે છે.આમ ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધી યુરિયાની આયાત પાછલા વર્ષની સરખામણીમાં બમણીથી વધુ જોવા મળી છે.જેમાં કુલ 34.19 લાખ ટન ખાતરની આયાતમાંથી ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના ફેબ્રુઆરી સુધીમાં 6.26 લાખ ટન યુરિયાની આયાત કરવામાં આવી હતી,જે અગાઉના સમગ્ર નાણાકીય વર્ષમાં 2.80 લાખ ટનની આયાત કરવામાં આવી હતી.જેમા યુરિયા ઉપરાંત ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી),મ્યુરિએટ ઓફ પોટાશ અને એનપીકે રશિયામાંથી આયાત કરવામાં આવેલા અન્ય ખાતરો હતા ત્યારે નવી રોકાણ નીતિ હેઠળ 6 નવા યુરિયા યુનિટ સ્થાપવામાં આવ્યા છે.