હવે માત્ર 10 દિવસમાં જ આવશે તમારું ઇન્કમ ટેક્ષ રીફંડ, સરકારે લાવી રહી છે નવી સીસ્ટમ

Business
Business

દેશમાં વધુને વધુ લોકો ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરે તે માટે સરકાર સમયાંતરે પ્રયાસ કરતી રહે છે. સરકારના પ્રયાસોની અસર આ વર્ષે પણ જોવા મળી હતી. સરકારી આંકડાઓ અનુસાર આ વખતે 6.77 કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કર્યું છે. આમાંના ઘણા એવા લોકો છે જેઓ હજુ પણ તેમના રિફંડની રાહ જોઈ રહ્યા છે. જો તમારું રિફંડ હજી સુધી આવ્યું નથી, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. સરકાર એક નવી સિસ્ટમ તૈયાર કરી રહી છે, જેના પછી તમારું રિફંડ 10 દિવસની અંદર તમારા ખાતામાં આવી જશે.

ખરેખર, હાલમાં રિફંડ મેળવવાનો સમયગાળો વધુ છે. આ જ કારણ છે કે ઇન્કમ ટેક્ષ વિભાગે વર્તમાન 16 દિવસને ઘટાડીને 10 દિવસ કરવાની યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્કમ ટેક્ષ વિભાગ આ નવી સિસ્ટમ પર ઝડપથી કામ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તેને ચાલુ નાણાકીય વર્ષમાં જ લાગુ કરવામાં આવશે.

ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2021-22માં ઇન્કમ ટેક્ષ રિફંડ મેળવવામાં 26 દિવસનો સમય લાગતો હતો. જેને ઇન્કમ ટેક્ષ વિભાગે ઘટાડીને 16 દિવસ કરી દીધો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2022-23 દરમિયાન ટેક્સ રિટર્ન માટે પ્રોસેસિંગનો સમય ઘટીને 16 થી 17 દિવસ થઈ ગયો છે. એટલે કે, હવે તમારું રિફંડ આ સમય મર્યાદામાં આવે છે. હવે આવકવેરા વિભાગ તેને 10 દિવસ સુધી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી કરદાતાઓને વધુ રાહ જોવી ન પડે.

ઇન્કમ ટેક્ષ વિભાગ આ સમગ્ર પ્રક્રિયાને નવી સિસ્ટમમાં સાંકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટેક્સેશન પ્રોસેસિંગને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાના મોરચે ઝડપી કામ ચાલી રહ્યું છે. ટેક્સ રિટર્ન ભરવાથી લઈને વેરિફિકેશન અને એસેસમેન્ટ સુધી હવે ઈલેક્ટ્રોનિક પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આ જ કારણ છે કે હવે આ પ્રક્રિયામાં 26 દિવસની જગ્યાએ 16-17 દિવસનો સમય લાગે છે. આ અભિગમને આગળ વધારીને ઇન્કમ ટેક્ષ વિભાગ નવી સિસ્ટમમાં કેટલાક વધુ સુધારા કરવા વિચારી રહ્યું છે. જેથી હવે જે કામ 16-17 દિવસમાં થાય છે તે 10 દિવસમાં પૂર્ણ કરી શકાય. અત્યાર સુધીમાં 72 હજાર કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા છે.

ઇન્કમ ટેક્ષ વિભાગના આંકડાઓ અનુસાર આ વર્ષે 6.77 કરોડથી વધુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. તેથી રિફંડના કેસ પણ વધુ આવ્યા છે. આંકડાઓની વાત કરીએ તો આ વર્ષે 1 એપ્રિલથી 21 ઓગસ્ટ સુધીમાં ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા 72,215 કરોડ રૂપિયાના રિફંડ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કંપનીઓને કુલ 37 હજાર કરોડથી વધુની રિફંડ રકમ જારી કરવામાં આવી છે. જ્યારે સામાન્ય લોકોના ખાતામાં લગભગ 34 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.