મુકેશ અંબાણી અને નીતા અંબાણી અમેરિકામાં PM મોદી માટે આયોજીત સ્ટેટ ડિનરમાં થયા સામેલ
હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે છે. ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડનને પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની સાથે વ્યાપાર, ટેક, ફેશન અને મનોરંજન ક્ષેત્રની લગભગ 400 જેટલી અગ્રણી ભારતીય અને અમેરિકન હસ્તીઓ પણ વ્હાઇટ હાઉસ ડિનરમાં, સાંસ્કૃતિક બંધનોને મજબૂત બનાવવા અને બંને દેશો વચ્ચે કાયમી મિત્રતાની ઉજવણી કરવાના ઉદ્દેશ્યમાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી.
આ ડિનર પાર્ટીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સહિતના દિગ્ગજો પણ ભારતીય બિઝનેસ ટાયકૂન્સમાં સામેલ હતા. આ દરમિયાન એક એવી તસ્વીર પણ સામે આવી છે જેમાં મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી અને તેની સાથે ગૂગલના CEO સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ એક સાથે જોવા મળ્યા હતા. પીએમ મોદીના આ પ્રવાસને ઘણી બધી બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Tags india Mumbai national rakhewaldaily