માઈક્રોસોફ્ટ અથવા ગૂગલ સાથે થઇ શકે છે જિયોની છેલ્લી ડીલ, બંને કંપનીઓ 6% હિસ્સો ખરીદવાની તૈયારીમાં

Business
Business

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મ અંતિમ સોદાની તૈયારી કરી રહી છે. આ ડીલ મુજબ જિયો પાસે બે વિકલ્પો છે. એક વિકલ્પમાં, તે માઈક્રોસોફ્ટ અથવા બીજા વિકલ્પમાં તે ગૂગલને પસંદ કરી શકે છે. આ બંને કંપનીઓ જિયોમાં 6% હિસ્સો ખરીદવામાં રસ દાખવી રહી છે. અત્યાર સુધીમાં જે કંપનીઓએ રોકાણ કર્યું છે તેના વેલ્યુએશનના આધારે, જિયોના 6% હિસ્સેદારી માટે રૂ. 30,000 કરોડની રકમ મળી શકે છે. જોકે, બીજી તરફ જિયોના હરીફ વોડાફોન આઈડિયા સાથે 5% હિસ્સો ખરીદવાની પણ વાત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ગૂગલ અને જિયો વચ્ચે ડીલની શક્યતા ઓછી છે.

મુકેશ અંબાણીની જિયોએ 7 અઠવાડિયામાં અત્યાર સુધીમાં રૂ. 97,885 કરોડનું રોકાણ હાંસલ કર્યું છે. કુલ 8 કંપનીઓએ 21.6% હિસ્સેદારીના બદલામાં આ રોકાણ કર્યું છે. હવે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જિયોમાં અંતિમ સોદા તરીકે રોકાણ કરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂગલ હજી પણ રિલાયન્સ જિયોમાં રોકાણ કરવાની તક શોધી રહ્યું છે. આ બંને કંપનીઓને જોતાં, રિલાયન્સ જિયોએ કોઈ એકને ના પાડવી પડશે. અહેવાલ છે કે હવે જિયોમાં અંતિમ હિસ્સો વેચાઇ રહ્યો છે. જેના કારણે કોઈ એક કંપનીને તક મળશે.

બીજી તરફ, એમેઝોન ટેલિકોમ ક્ષેત્રની બીજી કંપની એરટેલમાં હિસ્સો ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે, ત્રણ ભારતીય ટેલિકોમ કંપનીમાં વિદેશી કંપનીઓનો રસ વધ્યો છે. એક રીતે, વિદેશી કંપનીઓ ભારતીય બજારમાં તેમની જમીન તૈયાર કરવા માટે આ સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે જોડાવા માગે છે.

ગૂગલ અને માઇક્રોસોફ્ટે જીયો સાથે જે પણ ડીલ થાય, પરંતુ એક વાત જે આ બધામાં ફાયદાકારક છે તે એ છે કે કટોકટીમાંથી પસાર થતી ભારતીય ટેલિકોમ કંપનીઓને સંજીવની મળી છે. વર્ષોથી તેમના શેર્સમાં સતત ફટકો પડ્યો છે જેથી તેમની બેલેન્સશીટમાં તણાવ જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં જો ગૂગલ અને એમેઝોનની ડીલ વોડાફોન અને ભારતી એરટેલ સાથે થાય છે તો વિદેશી કંપનીઓ સાથે ત્રણ ટેલિકોમ કંપનીઓ પણ ભારતીય બજારમાં બરાબરીની લડત લડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.