રાજકોટમાં સિંગતેલના પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયા ઘટયા

Business
Business

રાજકોટ, રાજ્યમાં દિવાળીના તહેવારોનો માહોલ પુરો થઇ ગયો છે, તહેવારો પુરા થતાંની સાથે જ ફરી એકવાર સિંગતેલના ભાવમાં જોરદાર કડાકો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં રાજકોટમાં ૪૦ રૂપિયાનો ઘટાડો થયાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળીના તહેવારો બાદ ખાદ્યેતેલોમાં ઘટાડોનો સિલસિલો શરૂ થયો છે. હાલમાં જ રાજકોટમાં સિંગતેલના ભાવ ગગડયા છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી મગફળી ઓઇલ મિલોમાં પિલાણ માટે આવતા સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલનો ડબ્બો હવે નવા ભાવ પ્રમાણે ૨૬૨૫થી ઘટીને ૨૫૮૫ રૂપિયા સુધી પહોંચ્યો છે. જોકે, સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાનો અંદાજ છે, દિવાળી પહેલા આ ભાવ ૨૭૦૦ આસપાસ હતો, જે છેલ્લા ૧૦ દિવસમાં સિંગતેલનો ડબ્બો ૯૦ રૂપિયા જેટલો ઘટયો છે.

દિવાળી પહેલા રાજ્યમાંથી ઠેર ઠેર ભાવ વધારાના સામાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં મળતા સમચાર પ્રમાણે, રાજકોટમાં આજે કપાસિયા તેલના ભાવનાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં કપાસિયા તેલના ડબ્બા દીઠ ૧૦૦ રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. મળતી માહિતી પ્રમાણે, દિવાળી ટાણે જ રાજકોટમાં ફરી એકવાર કપાસિયા તેલના ભાવનાં ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકાથી લોકોની દિવાળી બગડી શકે છે, આજે એક જ દિવસમાં ડબ્બે ૧૦૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલના ૧૫ કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ ૧૫૧૦ હતો જે વધી ૧૬૧૦ રૂપિયાના ભાવે પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવને પગલે સિંગતેલના ભાવ પણ વધે તેવી શકયતાઓ ઉભી થઇ છે. દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં જોરદાર વધારો થયો છે.

દિવાળી બાદ પણ લગ્નસરાની સિઝન હોવાથી ખાદ્યતેલના ભાવ વધે તેવી વેપારીઓએ શકયતા વ્યક્ત કરી રહ્યાં છે. નવરાત્રીની સાથે જ તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરીબ લોકોને રાહત આપવા માટે ગુજરાત સરકાર મોટો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવશે. આ માટે પુરવઠા વિભાગે નાણાં વિભાગ પાસે મંજૂરી માગી છે. વધારાના ખાદ્યતેલ પાછળ થનારા ખર્ચ અંગે નાણાં વિભાગે પાસે મંજૂરી માગવામાં આવી છે. આ મામલે નાણાં વિભાગ ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે, દર વર્ષે બીપીએલ કાર્ડ ધારકોને દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને વધારાનું ખાદ્યતેલ આપવામાં આવે છે. આ વર્ષે પણ સરકારે મ્ઁન્ કાર્ડ ધારકોને વધારાનું ખાદ્યતેલ આપવા તૈયારી કરી છે. રાશન કાર્ડ એ એક એવો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના દ્વારા કોઈપણ પરિવારને સરકાર તરફથી મફત અથવા સસ્તા દરે રાશન મળે છે. આ રાશન પેકેજમાં લોટ, કઠોળ, ચોખા, તેલ અને અન્ય ખાદ્ય વસ્તુઓ હોઈ શકે છે. રેશન કાર્ડ દ્વારા, તમે સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશનનો લાભ મેળવવા માટે માન્યતા મેળવો છો. કેટલાક પરિવારોના રેશનકાર્ડમાં અનેક પ્રકારની ભૂલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.