
વર્તમાનમાં ચાંદીમાં રૂ.2000નો કડાકો જોવા મળ્યો
અમેરિકામાં દેવાની ટોચમર્યાદા વધારવા થયેલી મંત્રણા હકારાત્મક રહ્યાના સંકેતે વિશ્વ બજારમાં ડોલર મજબૂત બનતા કિંમતી ધાતુના ભાવમાં પીછેહઠ થઈ હતી.ત્યારે વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોના-ચાંદીમાં મોટો કડાકો બોલાયો હતો.ત્યારે અમદાવાદ ચાંદીમાં રૂ.2000 તૂટી ગયા હતા.જ્યારે મુંબઈ બજારમાં સોનું 99.90 દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે સોમવારે રૂ.60,829 રહ્યા હતા,જે રૂ. 400 થી વધુ ઘટી રૂ.60,342 રહ્યા હતા.જ્યારે 99.50 સોનાના દસ ગ્રામના ભાવ રૂ.60,100 રહ્યા હતા.અમદાવાદમાં સોનું 99.90 દસ ગ્રામ દીઠ રૂ.62,300 જ્યારે 99.50ના દસ ગ્રામના ભાવ રૂ.62,100 મુકાતા હતા.સોનામાં રૂ.500 નીચા બોલાતા હતા.જ્યારે ચાંદી 999 એક કિલોના રૂ.73,500 થી રૂ.2000 જેટલા ઘટી રૂ.71,500 મુકાતા હતા.