
વર્તમાનમાં સોનુમાં રૂ.61,550નો રેકોર્ડબ્રેક ભાવ જોવા મળ્યો
વિશ્વમાં અમેરિકા સહિતના દેશોમાં સર્જાયેલ વૈશ્વિક કટોકટીના પગલે સોનાના ભાવમાં ઓલટાઈમ હાઈ 10 ગ્રામના ભાવ રૂા.60,550 જોવા મળ્યા છે જે અત્યારસુધીનો સૌથી મોટો ભાવવધારો છે.આ સાથે ચાંદીના ભાવે પણ ફરી એકવાર રૂ.70,000ની સપાટી તોડીને 70,600 પર પહોચ્યા છે.આમ ફરી એકવાર લગ્ન સહિતની મૌસમ શરૂ થશે અને સોનાની માંગ વધશે.પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ઉંચા ભાવના કારણે સોનાની માંગમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.