
થરાદમાં બપોરે યુવક બજારમાં ગયો : દોઢ કલાકમાં ૧.૩૬ લાખની ચોરી
થરાદમાં બપોરે યુવક બજારમાં ગયોને દોઢ કલાકમાં ૧.૩૬ લાખની ચોરી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. નિતીનભાઈ નવીનભાઈ ત્રિવેદી રહે.થરાદ નાવ્યા હોસ્પિટલની સામે,આદેશનગર સોસાયટી તા.થરાદનો પરીવાર વાવ મુકામે પોતાના ફઈના ત્યા મળવા માટે ગયેલ હતો.જયારે તેમના સાળા ચેતનભાઈને કપડાં લેવાના હોવાથી તેઓ હાર્દીકભાઈ ત્રણેય જણા થરાદ બજારમા બપોરના સાડા બારેક વાગ્યાના સમયે ગયા હતા.અને બપોરના બે વાગ્યાના સમયે ઘરે આવીને જોતાં બન્ને રૂમના દરવાજાના તાળા તુટેલા હતા. ઘરની અંદરનો બધો સામાન વેરવિખેર પડેલ હતો. આથી તેમણે બાજુમાં રહેતા પાડોશીને પુછપરછ કરતા તે અજાણ હતા.પરંતુ સામે બની રહેલા તે મકાનમાં સેન્ટીગનુ કામ વાળાઓને પુછતા તેઓએ એક રીક્ષા અહીંયા આવેલ હોવાનું જણાવ્યું હતું આથી તેમને પોતાના પરિવારને ઘરે બોલાવી તપાસ કરતા તીજોરીમા પડેલ ચાંદી દાગીના તોડી ૦૫,જુડા ૦૫,કંદોરો ૦૧,કુલ વજન આશરે ૧ કિલો ૭૦,૦૦૦ તથા સોનાના દાગીના આશરે ૦૮ આની વજનની રૂપીયા ૩૨,૦૦૦ નીવીંટી ૧, આશરે ચાર આની વજનની બુટી ૨ કિંમત રૂપીયા ૧૬,૦૦૦, ચૂંક ૪ કિંમત રૂપીયા ૮૦૦૦ મળીને કુલ દાગીના રૂપીયા ૧૨૬૦૦૦ તથા ૧૦૦૦૦ રોકડા મળીને કુલ રૂપીયા ૧૩૬૦૦૦ની ચોરી થવા પામી હતી. આ અંગે થરાદના પુર્વ મહામંત્રી પ્રકાશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે આ બનાવમાં કોઇ જાણભેદું હોવાની પુરી આશંકા છે.બીજુ બાજુમાં સામે જે મકાનનું કામ ચાલું હતું તેના કોન્ટ્રાક્ટરે પોલીસ સમક્ષ તિજોરી તોડવામાં વપરાયેલી લોખંડની કોશ પણ પોતાની હોવાની ઓળખી બતાવી હતી. અને તે બીજા માળે પડેલી હોવાની પણ કબુલાત કરી હતી.