પાલનપુરમાં ચોરીના મોબાઈલ સાથે યુવક ઝડપાયો : કોઝી વિસ્તારમાંથી 10 હજાર નાં મોબાઈલ સાથે યુવકની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં વર્ષ 2023 માં એક મોબાઇલની ચોરીની ફરિયાદ દાખલ થઇ હતી. જે ચોરીના મોબાઈલ સાથે એક યુવક કોઝી વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે ચોરીના મોબાઈલ સાથે ધાનેરા તાલુકાના જાડી ગામના એક યુવકને ઝડપી પાડયો હતો.

પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે વર્ષ 2023 માં મોબાઈલ ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. જે ચોરીના મોબાઈલ સાથે એક ઇસમ પાલનપુરના કોઝી વિસ્તાર માં ફરતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે એક ઇસમને ઝડપી પાડી તેનું નામ સરનામુ પૂછતા તે ધાનેરા તાલુકાના જાડી ગામનો વિપુલ મોહનભાઈ ગલચર હોવાનું જણાવતા પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસે થી મોબાઇલ મળી આવ્યો હતો જેનું બિલ કે આધાર પુરાવા ન હોય અને આ મોબાઈલ ની પોલીસ ફરિયાદ દાખલ થયેલી હોય દશ હજારની કિંમતના ચોરીના મોબાઈલ સાથે યુવકની અટક કરી તેની સામે પશ્ચિમ પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.