પતિને અન્ય સ્ત્રી સાથે ફોન પર વાત કરતા પત્નીએ રંગે હાથ પકડી લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના માણેકપુરા ગામે પતિએ પત્નીને માર મારી ધાબા ઉપરથી પાડી દઈ ઘરમાંથી કાઢી મૂકી: ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુરુષો અને સ્ત્રીઓ પરણીત હોવા છતાં પણ અન્ય જોડે સંબંધ રાખી રૂબરૂ મળવા તેમજ ફોન ઉપર વાતો કરતા હોય છે ત્યારે આવોજ એક કિસ્સો ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં બનવા પામ્યો છે જેમાં પતિને પત્ની અન્ય સ્ત્રી સાથે ફોન પર વાત કરતા રંગે હાથ પકડી લેતા પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીને માર મારી લાત મારી ધાબા ઉપરથી પાડી દીધી હતી અને બાદમાં તું મને નથી જોઈતી તેમ કહી ને ઘરમાંથી કાઢી મુકતા આખરે પત્નીએ પતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે

આ બનાવની વિગત એવી છે કે ડીસા તાલુકાના કરજણ ગામે રહેતા સોનલબેન ના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ આજ થી 7 વર્ષ અગાઉ ડીસા તાલુકાના માણેકપુરા ગામે રહેતા અભેસિંગ બળવંતસિંહ ઠાકોર સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન સોનલબેન એ એક પુત્રીને જન્મ આપ્યો હતો ત્યારે બે મહિના અગાઉ સોનલબેન અને તેમના પતિ અભેસિંગ બંને ધાબા ઉપર સુઈ ગયા હતા તે દરમિયાન તેમના પતિ ફોન ઉપર અન્ય સ્ત્રી સાથે વાત કરતા હતા જેથી સોનલબેન એ તેમના પતિને અન્ય સ્ત્રી સાથે ફોન પર વાત કરતા રંગે હાથ ઝડપી લીધા હતા અને તેમને  પૂછ્યું હતું કે આ કોની સાથે વાત કરો છો જેથી તેમના પતિએ ઉશ્કેરાઈ જઈ તારે શું લેવાદેવા તેમ કહીને માર મારી લાત મારી ધાબા ઉપરથી પાડી દીધી હતી ત્યારબાદ તેમના પતિએ સોનલબેન ને ઘરમાંથી કાઢી મૂકી હતી જોકે પરિણીત મહિલાના પરિવારજનોએ તેનો ઘર સંસાર ના બગડે તે માટે સમાધાન માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ સમાધાન ન થતા આખરે આ પરિણીત મહિલાએ ગતરોજ ડીસા તાલુકા પોલીસ મથકે તેના પતિ અભેસિંગ બળવંતસિંહ ઠાકોર રહે માણેકપુરા તાલુકો ડીસા વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 498 એ 323/294 b 506 / 2 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.