મહિલાના નામે ખોટી લોન લીધેલ હોવાનું બહાર આવતા મહિલાએ સમગ્ર ઘટના બાબતે કોર્ટનો સહારો લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

મહિલાના નામે ખોટી લોન અને સબસિડીની સહાય લીધી ખાતામાં જમા કરાવી બારોબાર ઉપાડી પણ લીધી: થરાદ તાલુકાના દીપડા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી અને ચેરમેને બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જવાબદાર અધિકારીઓ સાથે મેળાવીપણું કરીને ગામની એક મહિલાના નામે ખોટી લોન અને સબસિડીની સહાય લીધી હતી. તેમજ મહિલાની જાણ બહાર તેણીના નામે ખાતામાં જમા કરાવી બારોબાર ઉપાડી પણ લીધી હતી. કોર્ટના હુકમના આધારે થરાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

થરાદના દીપડા ગામના ધુડીબેન નાગજીભાઈ પટેલે થરાદના એડિશનલ ચીફ.જ્યુ. મેજી.ની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડની પીલુડા શાખામાંથી સભાસદોને ધિરાણ આપવાની કામગીરી કરતી ગામની ધી દીપડા સેવા સહકારી મંડળીના મંત્રી રમેશભાઈ વજાજી પટેલ અને ચેરમેન ઈશ્વરભાઈ ભીખાજી પટેલે મળીને તેમના નામના લોનના ફ્રોડ કાગળો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી ખોટી સહીઓ કરી તેમની ખોટી સંમતિઓ બનાવી પશુલોન નામે ત્રણ લાખ રૂપિયા મંજૂર કરાવી તેમના ખાતામાં નંખાવ્યા હતા. તે જ ખાતામાંથી તેમના નામે ખોટી સહીઓ દ્વારા ખોલાવેલ ખાતામાંથી રકમ જાતે રોકડમાં ઉપાડી ગુનો આચાર્યો હતો. જોકે કામગીરી બીડીસીસી બેંકની પીલુડા શાખામાં લોનની કામગીરી સંભાળતા જે તે સમયના અધિકારીઓના મેળાપીપણા સિવાય શક્ય ન હોવાથી તમામ જવાબદાર અધિકારીઓ સામે પણ આંગળી ચિંધવામાં આવી હતી.

થરાદ તાલુકાના દીપડા સેવા સહકારી મંડળીની જાગૃત નાગરિકે આરટીઆઇ દ્વારા માહિતી માંગતા તેમાં મહિલાએ લોન લીધેલ હોવાનું બહાર આવતા મહિલા ચોકી ઉઠી અને સમગ્ર ઘટના બાબતે કોર્ટનો સહારો લીધો હતો. થરાદ કોર્ટે સેવા સહકારી મંડળીના મંત્રી અને ચેરમેન તેમજ ધી મધ્યસ્થ સહકારી મંડળી લિમિટેડ પીલુડાના જે તે સમયેના જવાબદાર કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવા આદેશ કરતા થરાદ પોલીસ મથકે મહિલાએ તમામ સામે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.