થરાદની પ્રાંત કચેરી ખાતે બાળકો દ્વારા સાઇકલ રેલી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા થરાદની પ્રાંત કચેરી ખાતે બાળકો દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરી, મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ટીપ ( TIP )અંતર્ગત 50%થી ઓછું મતદાન ધરાવતા બૂથોવાળા અને પુરુષ કરતાં સ્ત્રી મતદાન 10% કરતાં ઓછું ધરાવતા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરી મતદાન જાગૃતિ માટે સંકલ્પ લેવડાવવામાં આવશે તથા ચુનાવ પાઠશાળાની રચના કરી તેના મારફત મતદાન જાગૃતિના સંકલ્પ લેવડાવી મતદારોને માહિતગાર કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.