ડીસા તાલુકાના વડાવલ ગામ ના ગ્રામજનોએ એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીના મ્યુઝિયમ ની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાવલ ગામ ની ૮મી અને ૯મી સદીની સપ્તમાતૃકા મૂર્તિઓનું દુર્લભ કલેક્શન મ્યુઝિયમ માં થયેલ છે

ગ્રામજનોએ મૂર્તિઓ ના દર્શન કરી ભાવ વિભોર થયા | ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત થયી

ડીસા તાલુકાના વડાવલ ગામ ૮મી અને ૯મી સદીની સપ્તમાતૃકા મૂર્તિઓ સને ૧૯૬૨-૬૩ ની સાલ માં  પ્રોફેસર શ્રી આર ટી પરીખ લઇ ગયેલા અને આ મૂર્તિ ઓ હાલમાં એમ એસ યુનિવર્સીટી વડોદરા ના આર્ટ્સ ફેકલ્ટીના મ્યુઝિયમ માં રાખેલ છે જેના દર્શન અને મુલાકાતે ડીસા તાલુકાના વડાવલ ગામ ના ગ્રામજનો સનાતન સેવા ટ્રસ્ટના માધ્યમ થી એસ ટી બસ માં 52 જેટલા વ્યક્તિઓ ગયા હતા.

ગુજરાતમાં ક્યાંય જોવા ન મળતી આઠમી અને નવમી સદીની સપ્તમાતૃકા મૂર્તિઓનું દુર્લભ કલેક્શન ફાઈન આર્ટસ ફેકલ્ટીના મ્યુઝિયમમાં  સચવાયેલ આ મૂર્તિઓ તેના ઘરેણા, હેર સ્ટાઈલ, તેમની ઊભા રહેવાની સ્ટાઈલ અને બનાવટના કારણે દુર્લભ છે.આ પ્રકારની સ્ટાઈલ ગુજરાતના કોઈપણ મ્યુઝિયમમાં જોવી દુર્લભ છે.

એમ.એસ.યુનિ.ના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ અભ્યાસ માટે તેમજ તેઓએ બનાવેલા આર્ટને મ્યુઝિયમમાં ડિસપ્લે તરીકે રાખી શકાય તે હેતુથી ૧૯૯૦માં મ્યુઝિઓલોજી વિભાગમાં મ્યુઝિયમની સ્થાપના કરાઈ હતી.  ૧૯૬૨-૬૩માં મ્યુઝિઓલોજી વિભાગના ભૂતપૂર્વ શ્રી.આર.ટી. પરીખ સપ્તમાતૃકાની મૂર્તિઓ લાવ્યા હતા. ડીસા તાલુકાના  વડાવલ ગામ માં આઠમી અને નવમી સદીમાં સ્કૂલ ઓફ આર્ટમાં આ મૂર્તિઓ બની હોવા થી વડાવવ ગામ ના સમસ્ત ગ્રામજનો એ 26/3/24 ને મંગળવાર ના રોજ વડોદરા ની એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો મૂર્તિઓ ના દર્શન કરી ભાવ વિભોર થયા હતા સાથે ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી આ તમામ નવ મૂર્તિઓ વિશેની વધુ માહિતી મેળવી હતી.

વડોદરા ની એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી માં નવ મૂર્તિઓનુ કલેક્શન રખાયું છે સપ્તમાતૃકાનો અર્થ બાળકને હાથમાં લીધેલી સાતમાતાઓ (દેવીઓ) થાય છે. આઠમી સદી પહેલા બેઠેલી સપ્તમાતૃકાની મૂર્તિઓ બનાવામાં આવતી હતી જેની એક તરફ ગણેશ અને બીજી તરફ શિવ બેઠેલા હોય છે. આઠમી સદી બાદ માર્બલમાંથી ઊભી સપ્તમાતૃકાની મૂર્તિઓ બનાવાઈ હતી જેના એક હાથમાં બાળકને પણ રાખવામાં આવ્યું છે. ૩ ફૂટ ૫ ઈંચની નવ સપ્તમાતૃકાની મૂર્તિઓમાં વારાહી,બ્રાહ્મી, ઈન્દ્રાણી, ભૈરવા, પાર્વતી, ચામુંડા, કુમારી, મહેશ્વરી અને વિનાધરાનો સમાવેશ થાય છે.

વડાવવ ગામમાં પણ ચાર મૂર્તિઓ મંદિરમાં રહેલી છે: સને ૧૯૬૨-૬૩ ની સાલ માં સપ્તમાંતૃકા માતાજી ની મૂર્તિ ઓ પ્રોફેસર શ્રી આર ટી પરીખ વડોદરા લઇ ગયા હતા તે મૂર્તિ ઓ હાલમાં એમ એસ યુનિવર્સીટી ની આર્ટ્સ ગેલેરી મ્યુઝિયમ રાખેલ છે જ્યારે તેમોની ચાર મૂર્તિઓ આજે પણ વડાવલ ગામ માં આવેલા મંદિરમાં જોવા મળે છે.

ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મંદિર નો સમાવેશ થાય તેવી માંગ ઉઠી: આ અંગે સનાતન સેવા ટ્રસ્ટના પ્રમુખ મેરાજભાઇ દેસાઈ એ કહ્યું હતું વડાવળ ખાતે આવેલ આ પૌરાણિક મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તો આ મંદિર ની આઠમી અને નવમી સદીની આ દુર્લભ મૂર્તિઓ વિશ્ર્વ ની ફલક પર છવાઈ જાય અને એક પૌરાણિક યાત્રાધામ તરીકે ખ્યાતિ મળી શકે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.