ડીસાના મોટી આખોલ ગામેથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ
ડીસા તાલુકાના મોટી આખોલ ખાતેથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ થયો છે. જેમાં ધારાસભ્ય સહીત ભાજપના આગેવાનોએ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને વાકેફ કર્યા હતા.સરકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાનો અને દેશભરના નાગરિકો સુધી તેનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આજે ડીસાના મોટી આખોલમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ છે. ધારાસભ્ય પ્રવીણ માળી અને નાયબ કલેક્ટર નેહા પંચાલના અધ્યક્ષસ્થાને યાત્રાનો પ્રારંભ થયો છે. આખોલ ગામના નાગરિકો વિવિધ 17 જેટલી યોજનાઓથી લભાંકિત થયા છે ને આ લાભ વધુને વધુ મળતો રહે તે માટે આગેવાનોએ લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અહવાનથી શરૂ થયેલ આ યાત્રા થકી ભવિષ્યમાં ભારતને મજબૂત અને વિકસિત બનાવવાના કોલ પૂરા કરવા સૌ આગેવાનો સહિત ગ્રામજનોએ સાથે મળીને વિકાસ ભારત બનાવના શપથ લીધા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ મગન માળી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, કોષાધ્યક્ષ રમેશ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, મહામંત્રીઓ પ્રકાશ ઠાકોર, ઉકાજી ચોટીયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.