આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વડગામના નવીન મકાનનું ભૂમિપૂજન સમારોહ યોજાયો.

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત આદશૅ વિધાલયના નવીન મકાન નું ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.

જેમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી,રાજ્યસભા પુવૅ. સાંસદ જુગલસિંહ લોખંડવાલા,  મયંકભાઈ નાયક સાંસદ રાજ્ય સભા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા,પચાંણભાઈ કે. પટેલ પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, વડગામ, સ્વ. ગલબાભાઈ જે. ડેકલીયા ભૂમિ દાતાયુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી , બનાસકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, મેઘરાજ ભાઈ ડેકલિયા, લક્ષ્મીબેન કરેણ ચૌધરી સમાજના દાતાઓ, સહિત 85, ગામોમાં થી ચૌધરી સમાજના આગેવાનો ભાઈ બહેનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કાયૅક્રમ પ્રારંભ માં સંસ્થા પ્રમુખ રામજીભાઈ વિ.પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ કેશરભાઈ વાયડા ચાંગા એ સંસ્થાનો પરિચય આપ્યો હતો. ઉપરાંત વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ વડગામ કારોબારી સભ્યો, શૈક્ષણિક વિભાગના પ્રિન્સીપાલ, આચાર્ય, શિક્ષકો,બિન શૈક્ષણિક સ્ટાફ, ચૌધરી સમાજના આગેવાનો દ્વારા મહેમાનો નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.