થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. થરાદના અજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરુ, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોના માથે પર ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. ગઈ કાલ રાત્રે થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. થરાદના આજાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વરસાદ વરસાતા જીરું, રાયડો સહિતના પાકો હાલ તૈયાર છે તે સમયે વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.