ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચોધરીને ધાનેરા તાલુકામાં અભૂતપૂર્વ આવકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ગામે ગામ લોક સંપર્કમાં ભાજપને મોટી સંખ્યામાં જન સમર્થન મળ્યું

બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના મહિલા ઉમેદવાર ડૉ.રેખાબેન હિતેશભાઈ ચોધરીએ ધાનેરા તાલુકામાં લોક સંપર્ક કર્યો હતો જેમાં તેમને ગામે ગામ ભારે જન સમર્થન મળ્યું છે.

ભાજપના ઉમેદવાર રેખાબેન ચોધરી એ રવિવારે ધાનેરા તાલુકામાં પ્રવાસ કર્યો હતો જેમાં તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો ડૉ રેખાબેન ચૌધરીએ ધાનેરા તાલુકાના ધાખા, જોરાવરગઢ, લેવાવા અને હડતા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહી ગામ લોકો સાથે સંવાદ કર્યો. અહીં.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો તરફથી વિશ્વાસથી વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરતી ભાજપ પ્રત્યે અપ્રતિમ પ્રતિસાદ સાંપડયો.સાથે થાવર ગામે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં મહોત્સવમાં સહભાગી થઈને દિવ્ય દર્શન અને પરમ પૂજ્ય શ્રી સાધુ સંતોના આશીર્વાદ લીધા જોકે લોકસભા ચૂંટણી માં બનાસકાંઠા જિલ્લાના ખૂણે ખૂણે જોવા મળતો ઉત્સાહ અને ઉમંગ ભાજપના ભવ્યાતિભવ્ય વિજયને સુનિશ્ચિત કરે છે અને 4 જુને 400 પારના સંકલ્પને સાકાર કરવાની સંકેતે મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.