સિદ્ધપુરની કનેસરા પગાર કેન્દ્ર શાળાની ઓફિસનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ત્રણ એલ.ઈ.ડી ટીવી અને ત્રણ કોમ્પ્યુટર ઉઠાવી ગયા

બનાસકાંઠા
બનાસકાંઠા

શાળાના મુખ્ય શિક્ષક દ્વારા સિધ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કયૉ

સિધ્ધપુર તાલુકાના કનેસરા પગાર કેન્દ્ર શાળાની ઓફિસ નું તાળું તોડી કોઈ અજાણ્યા ચોર એલ.ઈ.ડી ટીવી ના ત્રણ, અને લેસર કોમ્પ્યુટર ના ત્રણ મળી અંદાજિત રૂપિયા 1.25 લાખનો સામાન ચોરી કરીને પલાયન થઈ ગયા હોવાની સિધ્ધપુર પોલીસ મથકે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે સિદ્ધપુર પોલીસ સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ સિદ્ધપુર તાલુકાના કનેસરા પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક સુનિલકુમાર ડાયાલાલ મકવાણા રહે નવાવાસ, સિદ્ધાર્થ નગર સિધ્ધપુર વાળાએ ફરિયાદ લખાવી છે કે કનેસરા પગાર કેન્દ્ર શાળામાં તારીખ 7-5-2024 થી તારીખ 8-5-24 ના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોરી સમયે તેઓની શાળાના ઓફિસ નું તાળું તોડી ઓફિસની અંદર પડેલ અને સરકાર તરફથી મળેલ એલઈડી ટીવી નંગ ત્રણ અને લેસર કોમ્પ્યુટર નંગ ત્રણ કિંમત રૂપિયા 1.25 લાખના  મુદ્દા માલની અજાણ્યા તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા હોય જે ફરિયાદ આધારે સિદ્ધપુર પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું સિદ્ધપુર પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.