ડીસા પાસેથી દારૂ ભરેલી કાર સહિત બે શખ્સો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. દારૂ અને કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમય રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી બનાસકાંઠા તરફ આવી રહી હોવાની માહિતી મળતા જ એલસીબીની ટીમ સતર્ક બની હતી અને પાથાવાડા દાંતીવાડા રોડ પર આવેલ ગણેશપુરાના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને થોભાવી તલાસી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


જેથી પોલીસે દારૂ અને કાર સહિત કુલ 3.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કારચાલક જીતેન્દ્રસિંહ શિવનાથસિંહ રાઠોડ અને જયપાલસિંહ રણજીતસિંહ દહિયાની અટકાયત કરી હતી અને બંને શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.