દાંતાના મંડાલી પાસે ટ્રેકટર અને બાઈક ટકરાતા બેના મોત ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મુકવાની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં આજે  બપોર બાદ ટ્રેકટર અને બાઇક અથડાતાં ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે ,જેમાં બંને બાઇક સવારના ઘટના સ્થળે મોત નીપજ્યા છે આ ઘટના દાંતા તાલુકાના મંડાલી ગામથી થોડે દૂર હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા ઉપર બની હતી. જે ટ્રેક્ટર મંડાલીથી ખેરોજ તરફ જઈ રહ્યું હતું.જ્યારે બાઇક ચાલક ડબલ સવારીમાં ખેરોજ આવી રહ્યા હતા  ત્યારે આ ત્રણ રસ્તા પર ટ્રેક્ટર અને બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બન્ને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ દાંતા પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે.

લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે આ હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પડતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્રણ રસ્તા પડતાં હોવાથી સામેથી આવી રહેલ વાહન પુર ઝડપે  આવતા હોય છે તેના કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે અકસ્માત નિવારવા આ ત્રણ રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો સામેથી આવતા વાહન ધીમે પડે અને અકસ્માત નિવારી શકાય તેવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અકસ્માતમાં મૃત્યુ નીપજેલ બન્ને વ્યક્તિઓ તોરણીયાનાં આદીવાસી  હોવાનું જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.