આદિવાસી મહિલાઓએ દારૂનો ધંધો બંધ કરી શાકભાજીનો ધંધો અપનાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજીમાં મહિલાઓ દ્વારા દારૂ છોડી શાકભાજીનું વેચાણ

પોલીસના પ્રયાસોથી મહિલાઓનું મહિલા સશક્તિકરણની દિશામાં આગેકદમ: જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ઘણા સમયથી છાને છપને દેશી દારૂનો ધંધો કરતી આદિવાસી મહિલાઓએ પોલીસના પ્રયાસોથી દારૂનો ધંધો બંધ કરી શાકભાજીનું વેચાણ શરૂ કરી મહિલા સશક્તિકરણની દિશામાં આગેકદમ માંડ્યું

શક્તિપીઠ અંબાજીના મુખ્ય બજારમાં લાંબા સમયથી અમુક આદિવાસી મહિલાઓ દેશી દારૂનો ધંધો કરતી હતી. ત્યારે હાલમાં અંબાજી પોલીસ સ્ટેશનમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા જી.આર. રબારીએ સ્ટાફ સાથે એક પ્રેરણાદાયી અને માનવતાભરી કામગીરી હાથ ધરી છે.જેમાં દેશી દારૂનો વેપાર કરતી અમુક આદિવાસી મહિલાઓ પર અગાઉ પણ અનેક કેસો પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા છે. તેમ છતાં પોલીસે તેમને આર્થિક મદદ કરી શાકભાજીનો ધંધો શરૂ કરાવ્યો છે.પોલીસ દ્વારા બજારોમાં દેશી દારૂનો ચોરી છુપી ધંધો કરતી આદિવાસી મહિલાઓને ભારે સમજાવટ બાદ દેશી દારૂના ધંધાને બંધ કરી શાકભાજીનો ધંધો કરવાનો આગ્રહ કર્યો હતો. તો સાથે સાથે સમાજમાં દારૂને લઈ ફેલાતાં અવનવા દૂષણ અને ગુનાઓથી વાકેફ કરતા અગાઉ દેશી દારૂનો વેપાર કરતી મહિલાઓએ સ્વમાનભેર શાકભાજીનો વેપાર શરૂ કર્યો છે. હવેથી આ મહિલાઓ ખુશીથી આ વેપાર કરી રહી છે. આદિવાસી મહિલાઓ હવે બજારોમાં શાકભાજી વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહી છે. જેને લઇને આદિવાસી મહિલાઓએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લાની અન્ય પોલીસ આગળ આવશે ખરા: રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં દારૂનું દુષણ ઘર કરી ગયું છે. જેમાં અનેક યુવાનો અકાળે મરવા સાથે તેમના પરિવારો પણ પાયમાલ થઈ રહ્યાં છે. ત્યારે અંબાજીની જેમ અન્ય તાલુકા મથકોની પોલીસ પણ દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા આગળ આવે તે સમયનો તકાજો છે.

પહેલા કરતા કમાણી વધી : મહિલાઓ આ બાબતે પીઆઇ જી.આર.રબારીએ જણાવ્યું કે મહિલાઓને શાકભાજીનો વ્યાપાર શરૂ કરવાનું જણાવતા તેઓ તૈયાર તો થઇ પણ પોતાની પાસે નાણાકીય વ્યવસ્થા ન હોવાનું જણાવેલ.જેથી પોલીસે નાણાં એકત્રિત કરી આ મહિલાઓને શાકભાજી લાવી આપી અને આ આદિવાસી મહિલાઓએ દારૂનો વ્યાપાર છોડી શાકભાજીનો વ્યાપાર શરુ કર્યો. હવે પહેલા વ્યાપાર કરતા આ શાકભાજીના વેપારમાં કમાવાનું પણ વધારે મળી રહ્યું છે.તેમ મહિલાઓ સ્વમાનભેર જણાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.