સૂર્યનારાયણની પૂજા અર્ચના સાથે હવે વૃક્ષારોપણ કરવું પડશે નહીં તો ૬૦ ડિગ્રીના તાપમાનમાં શેકાવું પડશે !

બનાસકાંઠા
બનાસકાંઠા

૨૦૨૪ નો મે માસ જાણે અગન વર્ષાનો! સૂર્યદેવનું રૌદ્ર રૂપ સર્વને શું સંદેશ આપે છે? માનવે પોતાના સ્વાર્થ માટે જંગલોનો નાશ કર્યો છે અનેક વાહન- ઉદ્યોગોનો ધુમાડો તેમજ કેમિકલની નદીઓ વહેવડાવી પ્રદૂષણ વધારતા રહ્યા પણ વૃક્ષોનું જતન ન કર્યું. હવે સૂર્યનારાયણ આપણને પ્રકાશ વીજળી સૌર ઊર્જા જેવા અનેક લાભો આપવાની સાથે પોતાની અસલ ડીગ્રી બતાવી રહ્યા છે. સૂર્યોદયના શાંત આકર્ષક કુદરતી સૌંદર્યથી ભરપૂર દેવ ધીરે ધીરે પોતાનું રૌદ્ર રૂપ દેખાડતા ૫૦- ૫૫ ડિગ્રી સુધી ગરમ થઇ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે પરંતુ સાંજ પડતા જ ફરી એ શાંત સૌમ્ય સ્થિર દ્રશ્ય આપણને વિચારતા કરે છે કે આ એ જ સૂર્યદેવ છે જેમણે પોતાની ૫૦-૫૫ ડિગ્રી બતાવી ? હવે આપણે ૬૦ ડિગ્રીના તાપમાનને અટકાવવા સંગઠિત પ્રયાસ કરવા પડશે.

વૃક્ષારોપણ, કુદરતી જીવન,પ્રદૂષણનો અટકાવ અને સકારાત્મક પ્રયત્નોના આરંભના અભિયાન છેડવા પડશે. આજે એ સૂર્યદેવનું સૂર્યાસ્તનું દ્રશ્ય માઉન્ટઆબુ ખાતે નિહાળ્યું ત્યારે વારંવાર નજર તેના પર સ્થિર થઈ. આ એ જ સૂર્યદેવ છે જેણે સર્વને ઘરમાં કેદ કરી લીધા છે! પરંતુ શાંત આકર્ષક દ્રશ્ય જોઈને કુદરતી સૌંદર્યનો અદભુત નજારો અનુભવ્યો ને સંકલ્પ આવ્યો કે,હવે તો આપણે સર્વે વૃક્ષારોપણ કરવા દૃઢ સંકલ્પ કરીએ !


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.